29 June, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશા ભોસલેના પગ ધોયા સોનુ નિગમે
સોનુ નિગમે ગઈ કાલે રોઝ વૉટર અને ગુલાબની પાંખડી દ્વારા આશા ભોસલેના પગ ધોયા હતા. પદ્મવિભૂષણ અને મહારાષ્ટ્ર ભૂષણ આશા ભોસલે પર લખવામાં આવેલી બુક ‘સ્વરસ્વામિની આશા’ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવત દ્વારા લૉન્ચ કરવામાં આવી હતી. આ બુકમાં ૯૦ લેખકો દ્વારા આશા ભોસલે વિશે લખવામાં આવેલા ૯૦ આર્ટિકલનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ એમાં આશા ભોસલેના ભાગ્યે જ જોવા મળેલા ફોટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટ વિલે પાર્લેમાં આવેલા દીનાનાથ મંગેશકર નાટ્યગૃહમાં રાખવામાં આવી હતી. આ ઇવેન્ટમાં સોનુ નિગમે પોતાનાં ગુરુસમાન આશા ભોસલેના પગ ધોયા હતા. જૅકી શ્રોફ પણ આ ઇવેન્ટમાં હાજર હતો અને તેણે આશા ભોસલેને પ્લાન્ટ ગિફ્ટ કર્યો હતો. આ ઇવેન્ટમાં હૃદયનાથ મંગેશકર, ભારતી મંગેશકર, આશિષ શેલાર, અશોક સરાફ, પૂનમ ઢિલ્લોં, સુરેશ વાડકર અને સુદેશ ભોસલે જેવી ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. આશિષ રાણે