ધક્કા-મુક્કીની ઘટના બાદ સામે આવી સોનુ નિગમની પહેલી પ્રતિક્રિયા, કહ્યું…

21 February, 2023 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોનુ નિગમ 20 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલના ફિનાલેમાં પરફોર્મ કરી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યના પુત્ર સ્વપ્નિલ ફાટેરપેકરે સોનુના મેનેજર સાયરા સાથે ગેરવર્તણૂક શરૂ કરી હતી

ફાઇલ તસવીર

ગઈકાલે રાત્રે મુંબઈમાં ગાયક સોનુ નિગમ (Sonu Nigam) સાથે ઝપાઝપી થઈ હતી. આ સમગ્ર ઘટનામાં તેમના નજીકના મિત્ર રબ્બાની ખાનને ઈજા પહોંચી હતી. શિવસેનાના ઉદ્ધવ જૂથના ધારાસભ્યના પુત્ર પર ગાયક પર દબાણ કરવાનો આરોપ છે. આ મામલે સોનુ નિગમે ચેમ્બુર પોલીસ સ્ટેશન (Chembur Police)માં એફઆઈઆર નોંધાવી છે. તે જ સમયે, ગાયક સાથે `ધક્કા મુક્કી`નો વીડિયો પણ સામે આવ્યો છે. આ આખો વિવાદ એક સેલ્ફી સાથે જોડાયેલો છે.

સોનુ નિગમે આપી પ્રતિક્રિયા

મીડિયા સાથે વાત કરતા સોનુએ કહ્યું કે કોઈ ઝપાઝપી થઈ નથી. તેમણે કહ્યું કે “મેં ફરિયાદ નોંધાવી છે કારણ કે લોકોએ થોડું વિચારવું જોઈએ કે જ્યારે તમે કોઈને બળજબરીથી ફોટો-સેલ્ફી માટે પૂછો છો, પછી આવી ઘટનાઓ બને છે.”

સોનુએ કહ્યું કે “મને સેલ્ફી માટે કહેવામાં આવ્યું હતું. ના પાડવા પર સામેની વ્યક્તિએ મને પકડી લીધો. બાદમાં ખબર પડી કે તે ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકરનો પુત્ર સ્વપ્નિલ ફટેરપેકર છે. મને બચાવવા મારા ખાસ મિત્ર હરી પ્રસાદ વચ્ચે આવ્યા. આ દરમિયાન તેમણે હરીને ધક્કો માર્યો, ત્યારબાદ તેમણે મને ધક્કો માર્યો. આ કારણે હું નીચે પડી ગયો. જ્યારે રબ્બાની મને બચાવવા આવ્યો ત્યારે તેની સાથે પણ ધક્કા-મુક્કી થઈ. તે માંડ બચ્યા, નહીં તો તેમને ગંભીર ઈજા થઈ હોત. રબ્બાનીનું નસીબ સારું હતું કે નીચે લોખંડના સળિયા ન હતા.”

આ પણ વાંચો: Mumbaiમાં ઈવેન્ટ દરમિયાન સોનુ નિગમ સાથે ધક્કા-મુક્કી, ઘટનાનો વીડિયો વાયરલ

શું છે સમગ્ર મામલો?

સોનુ નિગમ 20 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલના ફિનાલેમાં પરફોર્મ કરી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યના પુત્ર સ્વપ્નિલ ફાટેરપેકરે સોનુના મેનેજર સાયરા સાથે ગેરવર્તણૂક શરૂ કરી હતી અને તેમને સ્ટેજ છોડી જવા કહ્યું હતું. સોનુ પરફોર્મ કરીને સ્ટેજ પરથી નીચે આવી રહ્યા હતા ત્યારે ધારાસભ્યના પુત્રએ સાથે સેલ્ફી લેવાનું કહ્યું. આ માટે સોનુએ ના પાડી. ગુસ્સામાં સ્વપનીલ ફટેરપેકરે પહેલાં સોનુ નિગમના બોડીગાર્ડ હરીને ધક્કો માર્યો અને પછી સોનુને ધક્કો માર્યો હતો.

 

entertainment news bollywood news sonu nigam chembur shiv sena