20 April, 2022 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
Soni Razdan Mahesh Bhatt Anniversary: સોની રાઝદાન (Soni Razdan) અને મહેશ ભટ્ટ (Mahesh Bhatt) પોતાની 36મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ બન્નેની વર્ષગાંઠ આલિયા અને રણબીરના લગ્નનાં થોડાંક દિવસો બાદ જ આવી છે. એવામાં એક તરફ જ્યાં સોની રાઝદાને મહેશ ભટ્ટ માટે એક સુંદર નોટ શૅર કરી છે તો થોડાંક દિવસ પહેલા જ વેવાણ અને વેવાઈ બન્યાં છે તેમને નીતૂ કપૂરે પણ ખાસ અંદાજમાં લગ્નની વર્ષગાંઠની વધામણી આપી છે.
સોની રાઝદાને લખી પ્રેમાળ નોટ
સોની રાઝદાને પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સુંદર પોસ્ટ લખી છે. સોની રાઝદાને લખ્યું છે કે, "ન તો ઉંમર કરમાઈ શકે છે અને ન તો રીતિ આની વિવિધતા ઘટાડી શકે છે. આ ઉદાહરણ લગ્ન પર પણ લાગુ પડે છે. લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા ઓલ્ડ ચૈપ. આગામી રસપ્રદ સમય માટે ચીયર્સ."
શૅર કરી થ્રોબૅક તસવીર
આ ખાસ અવસરે સોની રાઝદાને મહેશ ભટ્ટ સાથે બે તસવીરો શૅર કરી છે. એક તસવીર જૂની છે જ્યારે બીજી તસવીર અત્યારની છે. થ્રોબૅક તસવીરમાં મહેશ ભટ્ટ સોની રાઝદાન સાથે બેઠેલા જોવા મળે છે. તો બીજી તસવીરમાં બન્ને ઊભા રહીને પૉઝ આપતા દેખાય છે.
નીતુ કપૂરે આ રીતે પાઠવી શુભેચ્છા
સોની રાઝદાન અને મહેશ ભટ્ટની એનિવર્સરી પર આલિયા ભટ્ટની સાસ નીતૂ કપૂર (Neetu Kapoor)એ પણ ખાસ અંદાજમાં વેવાણ અને વેવાઇને શુભેચ્છા પાઠવી છે. નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સોની રાઝદાન અને મહેશ ભટ્ટની એક તસવીર શૅર કરી છે. આ તસવીર સાથે કૅપ્શનમાં નીતુ કપૂરે લખ્યું છે કે, "હેપ્પી એનિવર્સરી સમધન અને સમધી જી. ઘણો બધો પ્રેમ."
રિદ્ધિમા કપૂરે પણ પાઠવી શુભેચ્છાઓ
રિદ્ધિમા કપૂરે સોની રાઝદાન અને મહેશ ભટ્ટને શુભેચ્છા આપતા હેપ્પી એનિવર્સરી સાથે હાર્ટ ઇમોજી શૅર કર્યું છે.
સેલેબ્સ આપી રહ્યા છે વધામણી
સોની અને મહેશની 36 વર્ષગાંઠ પર અનેક સેલેબ્સ કપલને વધામણી આપી રહ્યા છે. દિયા મિર્ઝાએ હાર્ટ ઇમોજી શૅર કરી છે. તો અનુ રંજને કોમેન્ટમાં હેપ્પી એનિવર્સરી અને ઘણો બધો પ્રેમ એવું લખ્યું છે.