01 June, 2023 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોની રાઝદાનના પિતા નરેન્દ્ર રાઝદાનનું નિધન
અભિનેત્રી સોની રાઝદાન(Soni Razdan Father)ના પિતા અને આલિયા ભટ્ટ(Alia Bhatt Nana)ના દાદા નરેન્દ્રનાથ રાઝદાન(Narendra Razdan Death)નું લાંબી માંદગી બાદ હોસ્પિટલમાં નિધન થયું છે. મુંબઈ(Mumbai)ની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. આલિયાના દાદાએ 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આ દુઃખદ સમાચારની માહિતી ખુદ સોની રાઝદાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં શેર કરી છે.
સોની રાઝદાને તેના પિતા માટે લખી ઈમોશનલ પોસ્ટ
આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને તેના પિતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને એક લાંબી પોસ્ટ લખી છે. સોનીએ લખ્યું, “પપ્પા, દાદા, નિંદી, પૃથ્વી પરના અમારા દેવદૂત, અમે તમને અમારા કહેવા માટે ખૂબ આભારી છીએ. તમારી ચમકતી ચમકમાં ડૂબીને જીવન જીવવા માટે ખૂબ આભારી છીએ. તમારા દયાળુ, પ્રેમાળ, સૌમ્ય અને હંમેશા જીવંત આત્મા દ્વારા સ્પર્શ પામીને ધન્ય. તમે અમારો એક ટુકડો તમારી સાથે લઈ ગયા છો પણ અમે તમારા આત્માથી ક્યારેય અલગ નહીં થઈએ. તે આપણા બધામાં જીવંત રહેશે અને હંમેશા અમને યાદ અપાવશે કે જીવંત રહેવાનો ખરેખર અર્થ શું છે. તમે જ્યાં પણ હોવ - તમારા તે સુંદર હાસ્યને કારણે તે હવે સુખી સ્થળ હશો. મૂર્ખ, સુંદર, રમુજી છોકરો અમે તમને પ્રેમ કરીએ છીએ, જ્યાં સુધી અમે ફરી ના મળીયે.
આલિયા ભટ્ટે તેના દાદાજીનો વીડિયો શેર કર્યો
આલિયા ભટ્ટે તેના દાદાને યાદ કરતા એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં આલિયાના દાદા કેક કાપતા જોવા મળી રહ્યા છે અને તે બધાને હસવાનું પણ કહી રહ્યા છે. વીડિયોમાં રણબીર કપૂર પણ જોવા મળી રહ્યો છે. આ વિડીયોની સાથે આલિયાએ તેના દાદાજી માટે એક ઈમોશનલ નોટ પણ લખી છે.
આ પણ વાંચો: આ ખેલાડીએ ચાહક સાથે કરી લીધી સગાઈ, સેલ્ફીનું પૂછતાં જ ફૅન સાથે મળી ગઈ આંખ
આલિયાએ લખ્યું, "93 સુધી ગોલ્ફ રમ્યું, 93 સુધી કામ કર્યું, શ્રેષ્ઠ ઓમલેટ બનાવ્યું, શ્રેષ્ઠ વાર્તાઓ સંભળાવી, વાયોલિન વગાડ્યું, તેની પૌત્રી સાથે રમ્યા, તેના ક્રિકેટ સાથે પ્રેમ કર્યો, તેના સ્કેચિંગ સાથે પ્રેમ, તેના પરિવાર સાથે પ્રેમ અને છેલ્લી ક્ષણ સુધી. મારું હૃદય ઉદાસીથી ભરેલું છે, પણ આનંદથી પણ ભરેલું છે.. કારણ કે મારા નાનાએ અમને સુખ આપ્યું છે અને ધન્ય અને આભારી અનુભવીએ છીએ કે તેમણે અમને જે પ્રકાશ આપ્યો તેમાં અમે મોટા થયા છીએ!"
આલિયા નાનાની તબિયતના કારણે IIFAમાં હાજરી આપી ન હતી
નોંધનીય છે કે જ્યારે આલિયાને તેના દાદાની ખરાબ તબિયતની ખબર પડી ત્યારે તે આઈફા એવોર્ડ માટે જઈ રહી હતી. પરંતુ નાનાની નાદુરસ્ત તબિયતની જાણ થતાં જ તેઓ એરપોર્ટ પરથી ઊલટા પગે પાછા ફરી ગઈ હતી.