વીડિયોને લઈને સોનમ કપૂરની ફટકી, કર્યો ક્રિએટર પર કેસ, યૂટ્યૂબરે ફરી ઉડાડ્યો મજાક

14 October, 2023 05:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Sonam Kapoor Sends Legal Notice: બૉલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે એક યૂટ્યૂબરને લીગલ નોટિસ મોકલી છે. આરોપ છે કે કોન્ટેન્ટ ક્રિએટર રાગિનીએ એક વીડયોમાં સોનમનો મજાક ઉડાડ્યો છે.

સોનમ કપૂર (ફાઈલ તસવીર)

Sonam Kapoor Sends Legal Notice: બૉલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે એક યૂટ્યૂબરને લીગલ નોટિસ મોકલી છે. આરોપ છે કે કોન્ટેન્ટ ક્રિએટર રાગિનીએ એક વીડયોમાં સોનમનો મજાક ઉડાડ્યો છે.

જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યો છે કે કોન્ટેન્ટ ક્રિએટર રાગિની દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોએ સોનમ કપૂર, તેના પતિ આનંદ આહૂજા અને તેમના ફેશન બ્રાન્ડની રેપ્યૂટેશન પર ખોટી અસર પાડી છે.

હકીકતે, રાગિનીએ એક વીડિયોમાં સોનમ કપૂરના ડંબ સ્ટેટમેન્ટ્સને લઈને તેમને રોસ્ટ કરી હતી. આ વીડિયોને લોકો ખૂબ જ લાઈક કરી રહ્યા હતા અને ફની રિએક્શન પણ આપી રહ્યા હતા.

Sonam Kapoor Sends Legal Notice: નોટિસ મળતા ફરી ઉડાડ્યો મજાક
તો બીજી તરફ નોટિસ મળ્યા બાદ રાગિનીએ પોતાને ડિફેન્ડ કરતા ફરી સોનમ કપૂરનો મજાક ઉડાડ્યો છે.

તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક વધુ વીડિયો શૅર કર્યો. આ શૅર કરતાં તેણે લખ્યું- `વો જિસકા નામ નહીં લિયા જાતા...`

રાગિનીએ કહ્યું-  નોટિસ લેવાનો સમય નથી
Sonam Kapoor Sends Legal Notice: આ ડિફેન્ડિંગ વીડિયોમાં રાગિનીએ કહ્યું આટલા પ્રભાવશાળી વ્યક્તિની નોટિસ લેવા માટે ન તો તેની પાસે રિસૉર્સ છે અને ન તો સમય. તેમે કહ્યું કે રોસ્ટ વીડિયો સોનમ કપૂરના ડમ્બ સ્ટેટમેન્ટ્સને લઈને બનાવવામાં આવ્યો હતો. મેં ફક્ત એ જ વસ્તુઓ વિશે વાત કરી જે સ્ટેટમેન્ટ એક્ટ્રેસે પોતે આપ્યા છે. મેં તે વીડિયોમાં તેમની ઈન્સલ્ટ કરતા વધારે તેમને ડિફેન્ડ કર્યા છે.

પબ્લિકનો મળ્યો સપૉર્ટ
નોટિસ મળ્યા બાદથી રાગિનીના ફૉલોઅર્સમાં પણ વધારો થયો છે. તો તેના આ ડિફેન્ડિંગ વીડિયોને પણ અનેક યૂઝર્સ સપૉર્ટ કરી રહ્યા છે. તેમમનું કહેવું છે કે તે રોસ્ટ વીડિયોમાં એવું કંઈપણ નહોતું કે સોનમ લીગલ નોટિસ જાહેર કરે.

જાણો શું છે આખી ઘટના
Sonam Kapoor Sends Legal Notice: રાગિનીએ થોડાક જ મહિના પહેલા એક વીડિયો શૅર કર્યો હતો. આનું ટાઈટલ હતું, "સોહમ પપૂર નૉટ એ રોસ્ટ વીડિયો". આ વીડિયોમાં રાગિનીએ સોનમ કપૂરને એક વીડિયો ઈન્ટરવ્યૂમાં કહેવામાં આવેલી તે વાતોનો મજાક ઉડાડ્યો હતો.

રેપ્યૂટેશન મેનેજમેન્ટ કંપનીએ મોકલી નોટિસ
જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યાર બાદ સોનમ કપૂરની ઑનલાઈન કંપની, જે ઈન્ટરનેટ એક્ટ્રેસની રેપ્યૂટેશન મેનેજ કરે છે તેના તરફથી કોન્ટેન્ટ ક્રિએટર રાગિનીને એક નોટિસ મોકલવામાં આવી.

ઇગ્નોર કર્યું તો કરશે કાર્યવાહી
આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિયોને શૅર કરવાનો અધિકાર અમારા ક્લાઈન્ટે કોઈને નથી આપ્યો. પ્લીઝ આ લિન્કને ડિલીટ કરો. નોટિસમાં, યૂટ્યૂબરને એ પણ કહેવામાં આવ્યું છે કે જો તે આ રિક્વેસ્ટને ઈગ્નોર કરે છે તો સોનમ કપૂર `પોતાની પ્રતિષ્ઠાની રક્ષા માટે જરૂરી કાર્યવાહી` કરશે.

હવે રાગિનીએ વધુ એક વીડિયો શૅર કરતા સોનમનો મજાક ઉડાડ્યો અને સાથે જ પોતાને ડિફેન્ડ પણ કરી. જોવાનું એ છે કે સોનમ કપૂર અને તેની કંપની હવે કયા સ્ટેપ્સ લે છે.

સોનમની છેલ્લી ફિલ્મ હતી `બ્લાઈન્ડ`
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમ કપૂરે તાજેતરમાં જ થયેલા યૂકે-ઈન્ડિયા વીકમાં દેશને રિપ્રેઝેન્ટ કર્યો હતો. આ ઈવેન્ટમાં તેને યૂકેના પ્રાઈમ મિનિસ્ટર ઋષિ સુનકે ઈન્વાઈટ કરી હતી. એક્ટિંગ ફ્રન્ટ પર સોનમની છેલ્લી ફિલ્મ `બ્લાઈન્ડ` હતી. આ ફિલ્મ દ્વારા તેણે ડિજિટલ ડેબ્યૂ કર્યો છે.

sonam kapoor youtube bollywood news bollywood gossips bollywood entertainment news