સમાજના ખોટા પૂર્વગ્રહોને તોડવાનું બીડું ઉપાડ્યું સોનમે

24 July, 2024 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનમ કપૂર આહુજાએ હાલમાં જ તેના નવા ફોટોશૂટનો ફોટો શૅર કર્યો છે

સોનમ કપૂર આહુજા

સોનમ કપૂર આહુજાએ હાલમાં જ તેના નવા ફોટોશૂટનો ફોટો શૅર કર્યો છે. આ ફોટોશૂટ દ્વારા તે સમાજના ખોટા પૂર્વગ્રહને તોડવાની વાત કહી રહી છે. સોનમે આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં છે અને તેમને વાયુ નામનો દીકરો પણ છે. સમાજ વિશે સોનમ કહે છે, ‘આપણા સમાજમાં હજી પણ જૂના વિચારો ખૂબ જ પ્રચિલત છે. કોઈ વાત કે વસ્તુ માટે સ્ટૅન્ડ લેવું પણ કન્ટ્રોવર્શિયલ બની જાય છે. જોકે મારી પાસે જે પણ પ્લૅટફૉર્મ છે એનો ઉપયોગ કરીને હું ખોટા પૂર્વગ્રહને તોડવા માટે અને નવા વિચારોને લોકો સ્વીકારે એ માટે કામ કરીશ.’

sonam kapoor entertainment news bollywood bollywood news bollywood gossips