પતિના વખાણ કરતા નથી થાકતી સોનમ કપૂર, આનંદને માને છે ચીઅરલીડર

15 April, 2019 08:28 AM IST  |  મુંબઈ

પતિના વખાણ કરતા નથી થાકતી સોનમ કપૂર, આનંદને માને છે ચીઅરલીડર

સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે


એક્ટ્રેસ સોનમ કપૂર આહુજા કહે છે કે, તેમના પતિ  આનંદ આહુજા તેમના સૌથી મોટા ચીઅરલીડર છે. FICCI લેડિઝ ઓર્ગેનાઈઝેશનના 35માં એન્યુઅલ સેશનમાં સોનમે આ નિવેદન આપ્યું. આ સેશનમાં સોનમ જેન્ડર ઈક્વાલિટી અને કેવી રીતે તેના પતિ તેને સપોર્ટ કરે છે તેના પર વાત કરી રહી હતી. આ કાર્યક્રમમાં સોનમ કપૂર સાથે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ હાજર રહી હતી.

સોનમે કહ્યું કે, "સિનેમાની દુનિયામાં મને સમાન રીતે ટ્રીટ નહોતી કરવામાં આવી પરંતુ મને સ્ત્રી તરીકે ટ્રીટ કરવામાં આવી હતી. પરંતુ મેં એ બહુ જલ્દી રીઅલાઈઝ કરી લીધું હતું કે સ્ત્રીએ સમાધાન ન કરવું જોઈએ. કલા એ સમાજનો અરીસો છે. લગ્ન પછી મારા પતિ મારા માટે ચીઅરલીડર અને સપોર્ટર રહ્યા છે. તેણે પોતાના નામમાં મારું નામ એડ કર્યું અને બન્યા આનંદ સોહમ આહુજા."

આ પણ વાંચોઃ નિર્ણયો લેવા મને મારી ફૅમિલીએ હંમેશાંથી આઝાદી આપી છે : સોનમ કપૂર

સોનમે આનંદ સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. સોનમની કારકીર્દિની વાત કરીએ તો સોનમ દલકીર સલમાન સાથે "ધ ઝોયા ફેક્ટર"માં જોવા મળશે. જેને અભિષેક શર્મા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ અનુજા ચૌહાણની જાણીતી નવલકથા પર આધારીત છે. ફિલ્મ જુલાઈમાં રિલીઝ થશે.

sonam kapoor anand ahuja