15 November, 2022 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનમ કપૂર
સોનમ કપૂર આહુજાએ પ્રેગ્નન્સીની જર્ની શૅર કરીને ખાસ ટિપ્સ આપી છે. આ વર્ષે વીસ ઑગસ્ટે સોનમ અને આનંદ એસ. આહુજા એક દીકરાના પેરન્ટ્સ બની ગયા છે. તેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે. પ્રેગ્નન્સીની જાહેરાત સોનમે સોશ્યલ મીડિયામાં કરી હતી. સાથે જ વિવિધ માહિતી પણ તે શૅર કરતી હતી. હવે પ્રેગ્નન્સીની જર્ની ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સોનમે લખ્યું કે ‘મારી પ્રેગ્નન્સીની જર્ની થોડી અલગ હતી. મને પૂરી ખાતરી હતી કે મારી જર્ની નૅચરલ રહે જેથી મારી ડિલિવરી પણ નૅચરલ થાય, જેમાં શક્ય હોય એટલું ઓછું કૉમ્પ્લિકેશન થાય. એના માટે મેં ડૉક્ટર ગોવરા મોથાની મદદથી ‘જેન્ટલ બર્થ મેથડ’ અપનાવી હતી. તેમણે ખૂબ જ સરસ બુક ‘જેન્ટલ બર્થ મેથડ’ લખી છે જેમાં પ્રેગ્નન્સીની જર્નીને સરળ બનાવવા વિશે લખવામાં આવ્યું છે.’
આ સિવાય સોનમે એની પણ માહિતી આપી છે કે કેવો ખોરાક અને કયાં ફ્રૂટ્સ ખાવાં જોઈએ. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર સોનમે લખ્યું કે ‘કઈ શાકભાજી ખાવી જોઈએ : ગાજર, રતાળું, પમ્પકિન, પાલક, રાંધેલી લીલી શાકભાજી, ટમેટાં, રેડ સ્વીટ પેપર્સ (વિટામિન A અને પોટૅશિયમની જરૂરિયાત પૂરી કરવા માટે). ફ્રૂટ્સ : મધ, કેરી, કેળાં, ઍપ્રિકોટ, સંતરા અને લાલ અથવા તો પિન્ક ગ્રેપફ્રૂટ (પોટૅશિયમ માટે). ડેરી પ્રોડક્ટ : ફૅટ-ફ્રી અથવા તો લો ફૅટ યોગર્ટ, ઓટ મિલ્ક, સોયા મિલ્ક, કોકોનટ મિલ્ક (મને લૅક્ટોઝ માફક નથી આવતું, એથી હું ડેરી પ્રોડક્ટ્સ નહોતી લેતી) છાશ, પનીર. અનાજ : રેડી-ટુ-ઈટ ધાન્ય અથવા તો રાંધેલું અનાજ (આયર્ન અને ફોલિક ઍસિડ માટે) હું ગ્લુટન-ફ્રી છું. એથી મારા માટે આ સરળ હતું. પ્રોટીન્સ : કઠોળ, દાળ અને વટાણા, નટ્સ અને સીડ્સ, ચિકન, લૅમ્બ, સેલ્મન, ટ્રાઉટ માછલી, હિલ્સા માછલી, નાની માછલી સાર્ડિન્સ અને સમુદ્રી માછલી. લિક્વિડ્સ : આ ખૂબ જ જરૂરી છે. એના માટે માત્ર ને માત્ર પાણી પીઓ. સ્વચ્છ ઑર્ગેનિક પ્રોડક્ટ્સ ખાવામાં આવે એ અગત્યનું છે (પેસ્ટિસાઇડ્સના સંપર્કમાં આવવાનું ટાળવું) અને એને સારી રીતે રાંધવામાં આવે. પ્રેગ્નન્સી દરમ્યાન કાચું ન ખાવું. એમાં કાચું માંસ, ફિશ અને સૅલડ્સ પણ છે. પ્રેગ્નન્સીમાં જો પેટમાં તકલીફ ઊભી થઈ તો એ તમારા બાળકના વિકાસ માટે હાનિકારક છે. અનપૅશ્ચરાઇઝ્ડનો ઉપયોગ ટાળવો (ડેરી અથવા જૂસ).
આલ્કોહૉલ અને સ્મોકિંગ ન કરવું.’ આ સાથે જ વધુ જણાવતાં સોનમે કહ્યું હતું કે ‘કૅફીન પણ ન લેવું. તમને જણાવી દઉં કે ચૉકલેટમાં કૅફિન હોય છે. કૉફી અને ચૉકલેટની માત્રા ઘટાડવી જોઈએ. એક એવો ભ્રમ છે કે લોકો જ્યારે કહે કે તમારે બે જણનું જમવાનું છે. આવી વાતોનું આંધળું અનુકરણ ન કરો. જમતી વખતે થોડા સમજદાર બનો. જો તમારા પેટમાં એક જ બાળક હોય તો તમારે વધુ ૩૫૦ કૅલરીઝની જરૂર છે. પ્રેગ્નન્સી દરમ્યાન મેં તો યોગ અને પિલાટેઝ પણ કર્યા હતા. જો તમે પહેલેથી ઍક્ટિવ હો તો એ જોખમી નથી. મેં ડૉક્ટર ગોવરીના થેરપિસ્ટ દ્વારા પ્રેગ્નન્સી દરમ્યાન મસાજ લીધા હતા. મુંબઈમાં પણ એવા અનેક લોકો છે જે આવા પ્રકારના મસાજ આપે છે. અનેક હોટેલ્સ અને સ્પામાં પણ પ્રી-નેટલ મસાજની સુવિધા છે. આ સિવાય તમારા સ્થાનિક મસાજ આપતા લોકોથી રાહત મળી શકે છે. તમારા સ્ટમક પર સૂતા નહીં. તમારી પીઠ અથવા તો સાઇડમાં સૂવું હિતાવહ રહેશે. યોગ્ય થેરપિસ્ટ વગર ઍક્યુપ્રેશર, ફુટ મસાજ ન કરવા. આમ મસાજ તો રાહત આપનારો છે. પ્રેગ્નન્સી દરમ્યાન તમારા શરીરમાં જે પરિવર્તન આવે છે એ દર્દમાં તમને આરામ મળશે. લિમ્ફેટિક ડ્રેનેજ મસાજ ખૂબ સરસ છે. તમારા બીજા અને ત્રીજા સેમેસ્ટરમાં વાસ્તવમાં નેસ્ટિંગની શરૂઆત થાય છે. અત્યાર સુધી મેં તમને પ્રેગ્નન્સીની જર્ની વિશે જણાવ્યું. હવે હું તમને ઘરની તૈયારીઓ અને બેબીના આગમન માટે કઈ-કઈ વસ્તુઓ ઑર્ડર કરી એના વિશેની માહિતી આપીશ.’