કમબૅક કરવા વિશે સોનમે કહ્યું... ઍક્ટિંગ શુરુ કરનેવાલી હૂં, લોગ ચાહેં યા ના ચાહેં

26 July, 2024 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનમ કપૂર આહુજાએ ૨૦૨૨માં દીકરાને જન્મ આપ્યો ત્યારથી ફિલ્મોથી દૂર છે

સોનમ કપૂર આહુજા

સોનમ કપૂર આહુજાએ ૨૦૨૨માં દીકરાને જન્મ આપ્યો ત્યારથી ફિલ્મોથી દૂર છે. હવે તે ફરીથી ઍક્ટિંગની દુનિયામાં પાછી આવવા માગે છે. તે ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ વિવિધ ઇવેન્ટ્સ દ્વારા તે છવાયેલી રહે છે. સાથે જ પોતાના વિચારો દ્વારા પણ તે સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ રહે છે. એ વિશે સોનમ કહે છે, ‘મને હંમેશાંથી લાગતું હતું કે હું એક નૉન-જજમેન્ટલ વ્યક્તિ છું પરંતુ મને એહસાસ થયો કે આ ગ્રહ પર સૌથી વધુ જજ કરવાવાળી વ્યક્તિ હું છું. બાળપણમાં હું બકવાસ કરીને ગમે તે રીતે બચી જતી હતી. જો આ બધું મેં અત્યારે સોશ્યલ મીડિયામાં કર્યું હોત તો મને કૅન્સલ કરવામાં આવી હોત કાં તો ફાંસીએ ચડાવી દીધી હોત.’

ફિલ્મોમાં કમબૅક કરવા વિશે સોનમ કહે છે, ‘હું ફરીથી ઍક્ટિંગ શરૂ કરવા માગું છું પછી ભલે મને લોકો પસંદ કરે કે ન કરે. મને અત્યારે જે રોલ ઑફર થાય છે એ વીસ વર્ષની ઉંમરના થાય છે. હું હવે જાહ્નવી કપૂર અને ખુશી કપૂર જેટલી યંગ નથી.’

sonam kapoor bollywood news bollywood gossips bollywood entertainment news