22 August, 2020 06:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાક્ષી સિંહા
મુંબઈ પોલીસના સાઇબર સેલે એ માણસની ધરપકડ કરી છે જે સોનાક્ષી સિંહાની સોશ્યલ મીડિયામાં સતામણી કરતો હતો. તે તેને ગાળો આપવાની સાથે જ ધમકીઓ આપતો હતો. એથી સોનાક્ષીની ટીમે મુંબઈ પોલીસની સાઇબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને તેમણે ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ ગઈ કાલે 27 વર્ષના શશિકાંત જાધવની ઔરંગાબાદથી ધરપકડ કરી હતી. તે ન માત્ર સોનાક્ષીને પરંતુ અન્ય ઍક્ટર્સને પણ પરેશાન કરતો હતો. આરોપી પકડાતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘મુંબઈની સાઇબર ક્રાઇમ બ્રાન્ચની હું આભારી છું જેમણે ત્વરિત કાર્યવાહી કરીને મને ખૂબ સપોર્ટ આપ્યો હતો. મેં આરોપીને પકડાવવાનું આ પગલું એટલા માટે લીધું કે જેથી અન્ય લોકો પણ હિમ્મત કરી શકે. અબ બસ. હવેથી અમે ઑનલાઇન અપશબ્દોને અમારા માટે કે અન્ય લોકો માટે સાંખી લઈશું નહીં. હું ખૂબ ખુશ છું કે ઑનલાઇન સતામણી જેવા અભિયાન સાથે જોડાઈ ગઈ છું જેનાથી લોકોની મદદ થઈ શકશે.’