મૅરેજ બાદ ધર્મપરિવર્તન નહીં કરે સોનાક્ષી

23 June, 2024 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનાક્ષી સાથે દીકરા ઝહીરના સંબંધ દિલના ગણાવીને પિતા ઇકબાલ રતનસીએ કહ્યું…

ઝહીરના પિતા ઇકબાલ રતનસી

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં આજે રજિસ્ટર મૅરેજ થવાનાં છે. એ વિશે ઝહીરના પિતા ઇકબાલ રતનસી જણાવે છે કે લગ્ન બાદ સોનાક્ષી ધર્મપરિવર્તન નહીં કરે. ઘણા વખતથી બન્નેનાં લગ્નની ચર્ચા ચાલી રહી હતી. સોનાક્ષીની મેંદી-સેરેમની યોજાઈ ગઈ હતી અને એના ફોટો તેના ફ્રેન્ડ્સે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. એ પહેલાં બન્નેના પરિવારે ભેગા મળીને ડિનર કર્યું હતું.

હવે ઝહીરના પિતા ઇકબાલ રતનસી કહે છે, ‘સોનાક્ષીનું ધર્મપરિવર્તન નહીં થાય એટલી હું ખાતરી આપું છું. આ તો દિલનો સંબંધ છે અને એમાં ધર્મને કાંઈ લેવા-દેવા નથી. હું માણસાઈમાં માનું છું. હિન્દુ ધર્મમાં ભગવાન કહેવાય અને મુસ્લિમમાં અલ્લાહ કહેવાય, પરંતુ આપણે છીએ તો બધા ઇન્સાન જ ને. ઝહીર-સોનાક્ષીને અમારા આશીર્વાદ.’

sonakshi sinha celebrity wedding entertainment news bollywood bollywood news