ટોટલ ટાઈમપાસ : બૅચલર પાર્ટીમાં ખૂબ ધમાલ મચાવી સોનાક્ષી અને ઝહીરે

19 June, 2024 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનાક્ષીની બૅચલર પાર્ટીમાં હુમા કુરેશીની સાથે તેની અન્ય ફ્રેન્ડ્સ પણ હાજર હતી

બૅચલર પાર્ટી

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે ૨૩ જૂને લગ્ન પહેલાં ફ્રેન્ડ્સ સાથે સોમવારે રાતે બૅચલર પાર્ટી કરી હતી. બન્નેએ એ પાર્ટીના ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યા હતા. સોનાક્ષીની બૅચલર પાર્ટીમાં હુમા કુરેશીની સાથે તેની અન્ય ફ્રેન્ડ્સ પણ હાજર હતી. સોનાક્ષી અને ઝહીરનું વેડિંગ-કાર્ડ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયું હતું. એમાં તેમણે સૌને વિનંતી કરી છે કે રેડ પહેરીને ન આવતા. મુંબઈની ફાઇવસ્ટાર રેસ્ટોરાં બાસ્ટન ઍટ ધ ટૉપમાં તેમનાં લગ્ન થવાનાં છે. લગ્નની થીમ આઇવરી અને વાઇટ રાખવામાં આવી છે. 

વીસ વર્ષ બાદ ફરીથી રિલીઝ થવાની છે હૃતિક રોશનની લક્ષ્ય

હૃતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘લક્ષ્ય’ ગઈ કાલે રિલીઝનાં વીસ વર્ષ સેલિબ્રેટ કરી રહી છે. એવામાં આ ફિલ્મ ફરીથી ૨૧ જૂને થિયેટરમાં જોવાની તક લોકોને મળી શકે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અમરીશ પુરી અને બમન ઈરાની પણ જોવા મળ્યા હતા. ફિલ્મને ફરહાન અખ્તરે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મની ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિક રોશને કૅપ્શન આપી, ‘આવો એ જર્નીનો ફરીથી અનુભવ કરીએ જેણે અસંખ્ય સપનાંઓ જગાવ્યાં અને પેઢીઓને પ્રેરણા આપી. ‘લક્ષ્ય’ની રિલીઝનાં વીસ વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છીએ. ૨૧ જૂને આ ફિલ્મ ફરીથી થિયેટરમાં રિલીઝ થવાની છે.’

પપ્પાએ નવ વર્ષની ઉંમરે રેસ્ટોરાંમાં કામ કર્યું હતું

સુનીલ શેટ્ટીએ તેના સ્વર્ગીય પિતા વીરપ્પા શેટ્ટીને યાદ કર્યા છે. તેમના સંઘર્ષ અને તેમની સફળતા વિશે સુનીલ શેટ્ટી જણાવે છે કે તેઓ ગૂણી પર સૂતા હતા. વર્ષો પસાર થતાં ગયાં અને તેમના માલિકે જે ત્રણ બિલ્ડિંગ ખરીદ્યાં હતાં એની દેખરેખ કરવાની જવાબદારી તેના પિતાને સોંપી હતી. બાદમાં સુનીલ શેટ્ટીના પિતાએ એ ઇમારત ખરીદી લીધી હતી. એ ત્રણેય બિલ્ડિંગ આજે પણ સુનીલ શેટ્ટી પાસે છે. ૨૦૧૭માં તેમનું ૯૩ વર્ષની વયે અવસાન થયું હતું. તેમના સંઘર્ષેને યાદ કરતાં સુનીલ શેટ્ટી કહે છે, ‘તેમણે ૯ વર્ષની ઉંમરે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં કામ કર્યું હતું. તેઓ ટેબલ સાફ કરવાનું કામ કરતા હતા. તેઓ એટલા તો નાના હતા કે એક ટેબલ સાફ કરવા માટે તેમને ચાર વખત ચક્કર લગાવવા પડતાં હતાં. તેઓ ગૂણી પર ઊંઘી જતા હતા.’

sonakshi sinha bollywood news bollywood gossips bollywood entertainment news sunil shetty huma qureshi