21 December, 2024 10:38 AM IST | Canberra | Gujarati Mid-day Correspondent
સોનાક્ષીએ અને ઝહીરે ગ્રેટ બૅરિયર રીફમાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું
આ વર્ષે ૨૩ જૂને પરણેલાં સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનું હનીમૂન હજી ચાલુ જ છે. લગ્ન પછી સિંગાપોર, ફિલિપીન્સ અને ઇટલી જઈ આવેલું આ કપલ અત્યારે ઑસ્ટ્રેલિયામાં જલસા કરી રહ્યું છે. સોનાક્ષીએ અને ઝહીરે ગઈ કાલે ક્વીન્સલૅન્ડના વિશ્વવિખ્યાત ગ્રેટ બૅરિયર રીફમાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું, જેની તસવીરો અને વિડિયો તેમણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યાં હતાં.