ન્યુયોર્કમાં ટાઈમ્સ સ્કવેર બિલબોર્ડ પર જગ્યા બનાવનાર આ પ્રથમ ભારતીય સંગીતકાર

28 July, 2021 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કલાકાર અને નિર્માતા સોના મહાપત્રાએ સોમવારે ન્યૂયોર્કના આઇકોનિક ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર પોતાની જગ્યા બનાવનાર પ્રથમ ભારતીય સ્વતંત્ર સંગીતકાર છે.

સોના મોહપાત્રા ન્યુયોર્કમાં ટાઈમ્સ સ્કવેર બિલબોર્ડ પર

કલાકાર અને નિર્માતા સોના મહાપત્રાએ સોમવારે ન્યૂયોર્કના આઇકોનિક ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર પોતાની જગ્યા બનાવનાર પ્રથમ ભારતીય સ્વતંત્ર સંગીતકાર છે. જેમને આ પદ આપવામાં આવ્યું છે. સોનાએ કહ્યું કે, "મારા પ્રિય શહેરોમાંના એક ન્યુયોર્કમાં ગગનચુંબી ઈમારતના બિલબોર્ડ પર મારી પોતાની તસવીર જોવાની ખૂબ જ મજા છે. પૉપ કલ્ચર મ્યુઝિકની મુખ્યધારાની સફળતામાં વિવિધ રંગો અને શેડ્સની કલાત્મક અભિવ્યક્તિને રજૂ કરે છે."

ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર સ્પોટિઇફ `ઈક્વલ` વૈશ્વિક અભિયાનના ભાગ રૂપે સોના ભારતીય કલાકારનું નેતૃત્વ કરી રહી છે. તેનો સિંગલ ટ્રેક `એસે ના થે` આખા મહિના દરમિયાન `ઈક્વલ` પ્લેલિસ્ટમાં દર્શાવવામાં આવશે.

બિલીવ ઈન્ડિયા વૈશ્વિક અભિયાન માટે સોનાને મેરિલ (ફ્રાન્સ), બોક્લિલિયન  (થાઇલેન્ડ), નાદિન અમીજા (ઇન્ડોનેશિયા) અને અનિકાવ ​​(રશિયા) જેવા અન્ય મહિલા વૈશ્વિક કલાકારો સાથે જોડવામાં આવ્યા છે. 

વિશ્વભરમાં સ્ત્રી પ્રતિભાને ઉજવવા આ વર્ષની શરૂઆતમાં વૈશ્વિક સ્તરે શરૂ કરાયેલ આ અભિયાનનો હેતુ વિશ્વભરના સંગીતમાં મહિલાઓનું ધ્યાન આકર્ષિત કરવાનો છે. આ પહેલમાં 50 દેશોમાં ખાસ ક્યુરેટેડ પ્લેલિસ્ટ્સની સુવિધા છે.

બિલીવ ઈન્ડિયાના એમડી વિવેક રૈનાએ કહ્યું હતું કે,"સ્પોટિફાઈ દ્વારા આ એક મહાન પહેલ છે અને અમને સોના મોહપાત્રા સાથે સહયોગ કરવા બદલ ગર્વ છે. તેમનું નવું ગીત પ્રેમનો ઉત્સાહ છે, જે પૉપ-રોમેન્ટિક ટ્રેક છે જે ચોક્કસપણે જઈ રહ્યું છે. તે એક હિટ ગીત બની રહ્યું છે, ચાહકોને પણ ગમશે"

sona mohapatra new york