12 December, 2022 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાનાનું કહેવું છે કે ક્યારેક તેને એવું લાગે છે કે તે અંદરથી તો સાઉથ ઇન્ડિયન છે, પરંતુ તેનો જન્મ નૉર્થ ઇન્ડિયન ફૅમિલીમાં થયો છે. તેને સાઉથ ઇન્ડિયન ફિલ્મો ખૂબ પસંદ છે. સાથે જ તેને સાઉથના ફહાદ ફાસિલ સાથે કામ કરવાની પણ ઇચ્છા છે. સાઉથની ફિલ્મો પ્રત્યેના પ્રેમ વિશે આયુષમાને કહ્યું કે ‘હું સાઉથ ઇન્ડિયન સિનેમા પ્રત્યે ખૂબ આકર્ષિત થાઉં છું. ક્યારેક તો મને એમ લાગે છે કે હું સાઉથ ઇન્ડિયન છું, પરંતુ મારો જન્મ નૉર્થ ઇન્ડિયન ફૅમિલીમાં થયો છે. હું મલયાલમ સિનેમાનો મોટો ફૅન છું અને મારે ફહાદ ફાસિલ સાથે કામ કરવું છે. હાલમાં દેશમાં તે અદ્ભુત કન્ટેન્ટ બનાવે છે અને તે પ્રેરણાદાયી છે. એથી મને લાગે છે કે અમારી ભાગીદારી ખરેખર ગજબની થવાની છે.’