સોલ્જરની સીક્વલમાં બૉબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની હાજરી હજી સુધી નક્કી નથી

17 July, 2024 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૮માં આવેલી બૉબી દેઓલની ‘સોલ્જર’ની સીક્વલ પર રમેશ તૌરાણી કામ કરી રહ્યા છે

બૉબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટા

૧૯૯૮માં આવેલી બૉબી દેઓલની ‘સોલ્જર’ની સીક્વલ પર રમેશ તૌરાણી કામ કરી રહ્યા છે. જોકે હજી સુધી આ ફિલ્મમાં બૉબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટા કામ કરશે કે નહીં એને લઈને અવઢવ છે. ૧૯૯૮માં ‘કુછ કુછ હોતા હૈ’ બાદ ‘સોલ્જર’ એ વર્ષની સૌથી વધુ બિઝનેસ કરનારી બીજી ફિલ્મ બની હતી. બૉબી દેઓલે પણ એ વાતની હિન્ટ આપી હતી કે આ ફિલ્મની સીક્વલ બની રહી છે. આ વિશે હવે પુષ્ટિ આપતાં પ્રોડ્યુસર રમેશ તૌરાણીએ કહ્યું હતું કે ‘અમે ‘સોલ્જર’ની સીક્વલ ચોક્કસ બનાવી રહ્યા છીએ. આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મમાં કોને પસંદ કરવામાં આવશે એ હજી સુધી નક્કી નથી. સ્ટોરી કેવી બને છે એના પર બધું નિર્ભર છે. સ્ટોરી પરથી નક્કી કરીશું કે બૉબી અને પ્રીતિ એમાં જોવા મળશે કે નહીં.’

bobby deol preity zinta priety zinta upcoming movie ramesh taurani entertainment news bollywood bollywood news