`સિંઘમ અગેઇન`નું ટ્રેલર લોન્ચ થતાં બૉલિવૂડની આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ રોકાયું?

07 October, 2024 06:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Singham Again trailer Launch: આ ફિલ્મમાં અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, રણવીર સિંહ, અર્જુન કપૂર અને ટાઈગર શ્રોફ જેવા સ્ટાર્સની ઝલક પણ જોવા મળી રહી છે.

સિંઘમ અગેઇન અને ભૂલ ભુલૈયાનું પોસ્ટર

બૉલિવૂડ ફિલ્મના ફૅન્સ માટે 2024ની શરૂઆત ખૂબ જ યાદગાર રહી છે અને હવે આ વર્ષનું અંત પણ તેઓને એકદમ અદ્ભૂત થવાનું છે કારણ કે 2024 ના છેલ્લા તબક્કામાં રિલીઝ થનારી ફિલ્મોના ટ્રેલર લોન્ચ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ રોહિત શેટ્ટીના (Singham Again trailer Launch) કૉપ યુનિવર્સની ફિલ્મ સિંઘમ અગેઇનનું શાનદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે અને ફિલ્મ પહેલી નવેમ્બરે રિલીઝ થશે તેવી જાહેરાત કરવામાં આવી રહી છે. આ ફિલ્મની સાથે વધુ એક ફિલ્મ આ સમયના આસપાસ જ રિલીઝ થવાની હતી પણ સ્પર્ધાને કારણે તેના ટ્રેલર લોન્ચને પણ રોકવામાં આવ્યું હોવાના સમાચાર છે.

કાર્તિક આર્યનની ફિલ્મ `ભૂલ ભુલૈયા 3`ના (Singham Again trailer Launch) ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર આજે એટલે કે સોમવાર 7મી ઓક્ટોબરે રિલીઝ થવાનું હતું, પરંતુ, હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મેકર્સે `ભૂલ ભુલૈયા 3`નું ટ્રેલર મોકૂફ રાખ્યું છે. આ લોન્ચને રોકવાનું કારણ આ વર્ષની વધુ એક મોટી ફિલ્મ `સિંઘમ અગેન`નું ટ્રેલર રિલીઝ થવાનું કહેવામા આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે આ ફિલ્મના ટ્રેલર સાથે અથડામણ ટાળવા માટે, `ભૂલ ભુલૈયા 3`ના નિર્માતાઓએ આજે તેમની ફિલ્મનું ટ્રેલર લોન્ચ ન કરવાનો નિર્ણય લીધો છે.

કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન જેવા સ્ટાર્સ અભિનીત `ભૂલ ભુલૈયા 3` અને `સિંઘમ અગેઇન` (Singham Again trailer Launch) બૉક્સ ઑફિસ પર ટકરાવાની છે. આ વર્ષે દિવાળીના અવસર પર બન્ને ફિલ્મો સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. હવે બન્ને ફિલ્મોના ટ્રેલર પણ એક જ દિવસે રિલીઝ થવાના હતા. એવું માનવામાં આવે છે કે ટ્રેલરની અથડામણ ટાળવા માટે, `ભૂલ ભુલૈયા 3`ના નિર્માતાઓએ તેમના પગલા પાછા ખેંચી લીધા.

છેલ્લી ક્ષણે ટ્રેલર રિલીઝ (Singham Again trailer Launch) મુલતવી રાખવાના નિર્માતાઓના નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું છે. હવે દર્શકો જાણવા માગે છે કે ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે? મીડિયા રિપોર્ટ્સમાં સામે આવેલી માહિતી અનુસાર, `ભૂલ ભૂલૈયા 3`નું ટ્રેલર આ સપ્તાહના અંત સુધીમાં આવી શકે છે. `ભૂલ ભુલૈયા 3`માં માધુરી દીક્ષિતની હાજરીની પણ ચર્ચા છે. આ ફિલ્મ અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે. લોકપ્રિય ફ્રેન્ચાઇઝીના ત્રીજા હપ્તામાં મંજુલિકા તરીકે વિદ્યા બાલનની વાપસી તેને વધુ ખાસ બનાવી શકે છે.

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત (Singham Again trailer Launch) ફિલ્મ `સિંઘમ અગેન`નું ટ્રેલર આજે 7 ઓક્ટોબરે રિલીઝ થઈ રહ્યું છે. રોહિત શેટ્ટીએ ગઈ કાલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ માહિતી શેર કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, રણવીર સિંહ, અર્જુન કપૂર અને ટાઈગર શ્રોફ જેવા સ્ટાર્સની ઝલક પણ જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ પણ આજે `સિંઘમ અગેઈન`ના ટ્રેલર લોન્ચમાં ભાગ લઈ શકે છે. જો આવું થશે, તો માતા બન્યા પછી આ તેણીની પ્રથમ જાહેર દેખાવ હશે.

singham ajay devgn kartik aaryan deepika padukone rohit shetty bhool bhulaiyaa trailer launch bollywood news bollywood entertainment news