ચુલબુલ પાંડેનો ભેટો થશે બાજીરાવ સિંઘમ સાથે

07 October, 2024 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંઘમ અગેઇનમાં નાનકડા રોલમાં સલમાન પણ દેખાશે એ વાત સાચી પડતી દેખાઈ રહી છે

સલમાન ખાન, અજય દેવગન

રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં સલમાન ખાન પણ એક સ્પેશ્યલ રોલમાં જોવા મળશે એવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે, આ વાત ખોટી છે એવી સ્પષ્ટતા પણ તાજેતરમાં થઈ છે અને એ પછીયે ગઈ કાલે ફરી એ વાતે જોર પકડ્યું છે. જાણકારોનું કહેવું છે કે આગામી ૧૦ દિવસમાં સલમાન ખાન પોતાના મિત્રો રોહિત શેટ્ટી અને અજય દેવગન માટે તેમની સાથે શૂટિંગ કરશે. કહેવાય છે કે આ ફિલ્મમાં સલમાન તેની ‘દબંગ’ સિરીઝના પાત્ર ચુલબુલ પાંડે તરીકે દેખાશે. જો આ વાત સાચી હોય તો બાજીરાવ સિંઘમ સાથેનું તેનું ‘એન્કાઉન્ટર’ જોવા જેવું હશે.

‘સિંઘમ અગેઇન’માં રોહિત શેટ્ટીએ ઑલરેડી અજય દેવગન ઉપરાંત અક્ષય કુમાર, રણવીર સિંહ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ, અર્જુન કપૂર, જૅકી શ્રોફ જેવા કેટલાય સ્ટાર્સને ભેગા કર્યા છે. એમાં હવે સુપરસ્ટાર સલમાન ખાનનો પણ સમાવેશ થવાનો છે. ‘સિંઘમ અગેઇન’ દિવાળી પર આવી રહી છે. ‘ભૂલભુલૈયા 3’ સાથે એની ટક્કર થવાની છે એ જોતાં રોહિત શેટ્ટીની ગણતરી હશે કે સલમાનનો ઉમેરો તેની ફિલ્મને ફળે.

રોહિત શેટ્ટીએ થોડા દિવસ પહેલાં જ સલમાનની ફિલ્મ ‘સિકંદર’ના સેટ પર જઈને તેની સાથે મીટિંગ કરી હતી અને તેને ‘સિંઘમ અગેઇન’ની નાની છતાં મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર કર્યો હતો.

Salman Khan ajay devgn rohit shetty akshay kumar ranveer singh deepika padukone tiger shroff arjun kapoor jackie shroff singham returns bhool bhulaiyaa dabangg bollywood news bollywood upcoming movie entertainment news