09 July, 2024 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ
સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ જેવાં અન્ય ઇન્ડિયન સિંગર્સ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં ડિવોશનલ સૉન્ગ ગાશે એવી ચર્ચા છે. આ સૉન્ગ્સને અજય-અતુલ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યાં છે. હરિહરન અને શંકર મહાદેવન પણ લગ્નમાં હાજર ગેસ્ટને તેમના પર્ફોર્મન્સથી એન્ટરટેઇન કરશે. અનંત-રાધિકા ૧૨ જુલાઈએ લગ્ન કરવાનાં છે. ૧૩ જુલાઈએ શુભ આશીર્વાદ અને ૧૪ જુલાઈએ વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નમાં સિંગર્સ ગીતની સાથોસાથ શ્લોક પણ બોલશે. આ શ્લોક સંસ્કૃતમાં હોવાથી તેઓ હાલમાં રિહર્સલ કરી રહ્યા છે. અગાઉ એવી ચર્ચા હતી કે આ વેડિંગ સેરેમનીમાં ઇન્ટરનૅશનલ સિંગર્સ એડેલ, ડ્રેક અને લેના ડેલ રે પણ પર્ફોર્મ કરવાનાં છે.