સચિન-જિગર અને આદિત્ય ગઢવીનું ગીત `ડાયમંડ ની...` પર જિગર સરૈયા સાથેની ખાસ વાતચીત

12 October, 2024 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Singer Sachin Saraiya on his new song ‘Diamond Ni: ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા બાબતે પણ જિગર સરૈયાએ વાત કરી હતી. સિંગરે કહ્યું કે “ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજુ વિકસી રહી છે અને ઘણું બધું વધવાનું બાકી છે.

જિગર સરૈયા અને આદિત્ય ગઢવી

જિગર સરૈયા અને આદિત્ય ગઢવીના હિટ ગીત `ડાયમંડ ની....` વિશે વાત કરતાં જિગર સરૈયાએ (Singer Sachin Saraiya on his new song Diamond Ni) કહ્યું કે “હા, અમે ગીત `ડાયમંડ ની....` દિલથી બનાવ્યું છે. આદિત્ય ગઢવી અને હું ઘણા સમયથી સાથે મળીને કંઈક બનાવવાનું વિચારી રહ્યા હતા, અને જ્યારે `ડાયમંડ ની...`ની વાત આવી ત્યારે અમને લાગ્યું કે આ એક એવું ગીત છે જેનાથી આપણે સાથે મળીને ધમાકો કરી શકીએ છીએ. આ ગીતમાં, અમે હિન્દી અને ગુજરાતીને મિક્સ કરવા માગતા હતા જેમાં થોડો કવ્વાલી ફ્લેવર ઉમેરવામાં આવ્યો હતો અને અમે સાથે મળીને જે બનાવ્યું છે તે ખરેખર દરેકને પસંદ આવી રહ્યું છે.”

`ડાયમંડ ની....` ગીત બનાવતી વખતે આદિત્ય ગઢવી (Singer Sachin Saraiya on his new song Diamond Ni) સાથેના સહયોગ બાબતે જિગર સરૈયા કહે છે કે  “વિશ્વાસ કરો, આદિત્ય ઘણો સારો કલાકાર છે. આ ગીત પર તેમની સાથે કામ કરવાનો અદ્ભુત અનુભવ હતો, જેમાં તેમણે લોકગીતોનું ખૂબ જ સુંદર મિશ્રણ બનાવ્યું છે.” `સ્ત્રી 2` બાદ હવે ફિલ્મ `વિકી વિદ્યા કા વો વાલા વીડિયો` બન્નેના હિટ ગીતોથી કહી શકાય છે કે 2024નું વર્ષ ગાયક સચિન અને જિગરના નામે છે. જેના પર જિગર સરૈયાએ કહ્યું કે “સૌ પ્રથમ તો આવા સરસ શબ્દો માટે ખૂબ ખૂબ આભાર અમે દર વર્ષે ખૂબ મહેનતથી ગીતો બનાવીએ છીએ અને લોકો અમને અને અમારા ગીતોને ખૂબ પ્રેમ કરે છે, અમારા માટે આનાથી મોટું બીજું કંઈ નથી. હું મારા ચાહકોનો દિલથી આભાર માનું છું જેઓ 2024 માં રિલીઝ થયેલા અમારા ગીતોને ખૂબ પ્રેમ આપી રહ્યા છે.”

બૉલિવૂડની સાથે તમે ગુજરાતી હિટ ગીતો (Singer Sachin Saraiya on his new song Diamond Ni) પણ આપ્યા છે, ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા બાબતે પણ જિગર સરૈયાએ વાત કરી હતી. સિંગરે કહ્યું કે “ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજુ વિકસી રહી છે અને ઘણું બધું વધવાનું બાકી છે. આપણા ગુજરાતી ઉદ્યોગમાં નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મો અને કલાકારો પણ છે, આ વર્ષે માનસી પારેખને તેની ગુજરાતી ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ આપણા બધા માટે ગર્વની વાત છે, આપણે બસ આ રીતે સારું કામ કરતા રહેવાનું છે, જેથી આપણે હંમેશા દર્શકોના પ્રેમ માટે સાચા રહીએ.” જિગર સરૈયા આગામી ગુજરાતી પ્રોજેક્ટમાં જોવા મળશે? સિંગર જિગર સરૈયાની આગામી વર્ષોમાં કેટલીક ફિલ્મો આવી રહી છે.

આ દિવસોમાં દરેક જગ્યાએ નવરાત્રિની ઉજવણી થઈ રહી છે, તમે કેટલા ઉત્સુક છો અથવા નવરાત્રિ સંબંધિત કેટલાક અનુભવો જણાવવા માંગો છો? જિગર સરૈયા કહે છે કે “નવરાત્રી અને ગરબાનો જો કોઈ અનુભવ હોય તો તે ફાલ્ગુની પાઠકના ગરબે રાસનો છે, જેને હું ક્યારેય છોડવા માગતો નથી અને આ અનુભવને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. શું સચિન આ નવરાત્રીમાં કોઈ ગરબામાં પરફોર્મ કરી રહ્યા છે? અને તેમને કયા ગરબા રાસ ગીતો સાંભળવા ગમે છે? જેના પર તેમણે કહ્યું કે “અમે ગરબા કોન્સર્ટ કરતા નથી, અમે અન્ય દર્શકોની જેમ ગરબાનો આનંદ માણીએ છીએ. જો આ વખતે મારા મનપસંદ ગરબા ગીતો વગાડવામાં આવે, તો પછી રાધા ને શ્યામ, ગોરી રાધા, ધીમે ધીમે અને શ્રેષ્ઠ ગીત `ડાયમંડ ને...` (Singer Sachin Saraiya on his new song Diamond Ni) પર ગરબા કરો અને તમારા પરિવાર સાથે સલામતી સાથે આનંદ કરો.

aditya gadhvi sachin-jigar indian music bollywood news bollywood entertainment news