21 May, 2022 08:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો સૌજન્યઃ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ/કનિકા કપૂર
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી ગાયિકા કનિકા કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે શુક્રવારે વેપારી ગૌતમ સાથે સાત ફેરા લીધા. હવે તેમના ફોટા અને વીડિયો પણ સામે આવી રહ્યા છે. લગ્ન અને તમામ વિધિઓનું આયોજન લંડનમાં કરવામાં આવ્યું હતું. આ કારણોસર કનિકા લાંબા સમયથી લંડનમાં છે અને તેના હલ્દી, મહેંદીના ફોટા પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
દુલ્હનના ડ્રેસમાં કનિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. હવે તેના ફેન પેજ પર તેનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં દુલ્હન બનેલી કનિકા સ્ટેજ પર જતી જોવા મળી રહી છે. તેણે તેના લગ્ન માટે પીચ કલરનો સુંદર લહેંગા પસંદ કર્યો હતો.
આ સાથે તેણીએ ભારે ઘરેણાં પહેર્યા છે. આ લુકમાં તે એટલી સુંદર લાગી રહી છે કે તેનો આ વીડિયો ફેન્સમાં વારંવાર જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કનિકાએ ગૌતમ સાથે બીજા લગ્ન કર્યા છે. અગાઉ તેણીએ એનઆઈ રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેણીને ત્રણ બાળકો, સમારા, અયાના અને યુવરાજ છે. કનિકા અને રાજે 2012માં એકબીજાથી છૂટાછેડા લીધાં હતાં. આ પછી કનિકાએ પોતાના મ્યુઝિક કરિયર પર સંપૂર્ણ ધ્યાન આપ્યું. હવે 10 વર્ષ પછી કનિકાએ ગૌતમ સાથે ફરી પોતાનું નવું જીવન શરૂ કર્યું છે.
હવે સોશિયલ મીડિયા પર કનિકાને આ સફરની શરૂઆત માટે ઘણી શુભેચ્છાઓ મળી રહી છે, જ્યાં ફેન્સ તેના બ્રાઈડલ લુકના વખાણ કરતા થાકતા નથી. તો બીજી તરફ લોકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત પણ છે.