સલમાન ખાનની ​સિકંદરમાં શર્મન જોશીની એન્ટ્રી

15 September, 2024 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં શર્મનનો રોલ શું છે એની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી

શર્મન જોશી

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં હવે શર્મન જોશીની એન્ટ્રી થઈ છે. ‘ગજિની’વાળા એ. આર. મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રશ્મિકા મંદાના અને કાજલ અગરવાલ પણ છે. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં શર્મનનો રોલ શું છે એની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પણ જાણકારોનું કહેવું છે કે આ ફિલ્મમાં શર્મન અને સલમાનનાં પાત્રો વચ્ચે યુનિક સંબંધ છે. શર્મને આ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

sharman joshi upcoming movie Salman Khan rashmika mandanna kajal aggarwal entertainment news bollywood bollywood news