11 April, 2024 05:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન અને `સિકંદર`નું પોસ્ટર
ઈદ (Eid)ના અવસર પર જો ચાહકો સૌથી વધુ આતુરતાથી કોઈ સ્ટારની રાહ જોતા હોય તો તે છે સલમાન ખાન (Salman Khan). ભાઈજાન (Salman Khan Eid Releases)ની ફિલ્મ વિના ચાહકોને ઈદ થોડી નિસ્તેજ લાગે છે. આ વર્ષે ઈદ (Eid 2024) પર ભાઈજાનના ચાહકોની બદલે અજય દેવગન (Ajay Devgn) અને એ ફિલ્મ ‘મૈદાન’ (Maidaan) દ્વારા અક્ષય કુમાર (Akshay Kumar)એ ‘બડે મિયાં, છોટે મિયાં’ (Bade Miyan Chote Miyan) દ્વારા ફેન્સને ખુશ કર્યા છે. જોકે, એવું શક્ય નથી કે ઈદ હોય અને સલમાન ખાન તેના ચાહકોને કોઈ ભેટ ન આપે. આજે વહેલી સવારે સલમાન ખાને પોતાના ચાહકોને ઈદી આપી. તેની નવી ફિલ્મ `સિકંદર` (Sikandar)ની જાહેરાત કરી છે. જે ફિલ્મ આવતા વર્ષે ઈદ (Sikandar On Eid 2025) પર રિલીઝ થશે. જાણીતા નિર્માતા સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala) એ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે અને દિગ્દર્શક એઆર મુરુગાદોસ (AR Murugadoss) છે.
દર વખતની જેમ આ ઈદ પર પણ સલમાન ખાને પોતાના ફેન્સને ગિફ્ટ આપતાં તેણે તેની આગામી ફિલ્મનું ટાઈટલ જાહેર કર્યું છે.
ઈદ ૨૦૨૪ના ખાસ અવસર પર તેના ચાહકોને અભિનંદન આપવાની સાથે, સલમાન ખાને એક ભેટ આપી છે જેણે તેમના ચહેરા પર એક મોટું સ્મિત લાવ્યું છે. સલમાન ખાને દિગ્દર્શક એઆર મુરુગાદોસ સાથે તેની આગામી ફિલ્મના શીર્ષકનું અનાવરણ કર્યું. સલમાન ખાને કહ્યું કે હવે તે `સિકંદર` બનીને આવી રહ્યો છે.
ફિલ્મના ટાઇટલની જાહેરાત કરવાની સાથે સલમાન ખાને કેપ્શનમાં લખ્યું, ‘આ ઈદ ‘બડે મિયાં, છોટે મિયાં’ અને ‘મૈદાન’ જુઓ અને આગામી ઈદ આવો અને `સિકંદર`ને મળો. તમને બધાને ઈદની શુભકામનાઓ.’
સલમાન ખાનની આગામી ફિલ્મ `સિકંદર` એક્શન અને રોમાંચથી ભરપૂર હશે. ‘ગજની’ (Ghajini)ના ડાયરેક્ટર એઆર મુરુગાદોસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે લોકોને સામાજિક સંદેશ આપશે. ફિલ્મમાં જોરદાર એક્શન હશે, પરંતુ ફિલ્મ લોકોની આંખોમાં આંસુ પણ લાવશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે સુપરસ્ટાર સલમાન ખાને નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે ‘સિકંદર’ માટે હાથ મિલાવ્યા હોય. હકીકતમાં, તેમની જોડીએ ‘જુડવા’ (Judwaa), ‘મુઝસે શાદી કરોગી’ (Mujhse Shaadi Karogi), ‘કિક’ (Kick) અને બીજી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તો બીજી તરફ એઆર મુરુગાદોસ, તમિલ ફિલ્મ ઉદ્યોગમાં `હોલિડેઃ અ સોલ્જર ઈઝ નેવર ઑફ ડ્યુટી` (Holiday: A Soldier Is Never Off Duty) અને આવી ઘણી હિટ ફિલ્મો આપવા માટે જાણીતા છે.
ફિલ્મ `સિકંદર`ના ટાઇટલની જાહેરાત સાથે ફેન્સ વધુ ખુશ થઈ ગયા છે. જેના પરથી લાગી રહ્યું છે કે, ઈદ ૨૦૨૫ હજી વધુ રોમાંચક બનવાની છે.