સિદ્ધાર્થ શુક્લાએ શહનાઝ ગિલ સાથે છેલ્લી વાર કર્યો હતો આ રોમેન્ટિક ડાન્સ, જુઓ વીડિયો

02 September, 2022 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાનો આ ડાન્સ વીડિયો `ડાન્સ દીવાને સીઝન 3`નો છે

ફાઇલ તસવીર

સિદ્ધાર્થ શુક્લાએ થોડા જ સમયમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી. `બિગ બોસ` પછી તેના ચાહકોની યાદી પણ ઘણી લાંબી થઈ ગઈ હતી. આ મંચ પરથી તેની જોડી શહનાઝ ગિલ સાથે બની હતી, જેને ચાહકો ‘સિદનાઝ’ પણ કહેતા હતા.

ગયા વર્ષે, આ દિવસે એટલે કે 2 સપ્ટેમ્બર 2021ના ​​રોજ, સિદ્ધાર્થ શુક્લાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું, ત્યારબાદ આ જોડી કાયમ માટે તૂટી ગઈ. જોકે ચાહકો આજે પણ આ કપલને તસવીરો અને વીડિયો દ્વારા યાદ કરે છે.

જ્યારે સ્ટેજ પર સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ એકસાથે આવતા ત્યારે તે શૉ જીવંત થઈ ગયો હોય તેવું લાગતું. બંનેનો એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શહનાઝ સાથે સિદ્ધાર્થનો આ છેલ્લો ડાન્સ વીડિયો છે, જેને જોઈને લોકો દિવંગત અભિનેતાને યાદ કરી રહ્યાં છે.

શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાનો આ ડાન્સ વીડિયો `ડાન્સ દીવાને સીઝન 3`નો છે જ્યાં માધુરી દીક્ષિત જજ હતી. આ રિયાલિટી શોમાં જ્યારે આ જોડી જોવા મળી ત્યારે પણ આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને આજે પણ સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના એક વર્ષ બાદ આ વીડિયો જોઈને દરેક લોકો `સિદનાઝ`ની જોડી પર પ્રેમ વરસાવી રહ્યા છે. સ્ટેજ પર સિદનાઝની જોડી `હમ્મા` ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આ ગીતમાં બંનેનો રોમેન્ટિક ડાન્સ આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

સિદનાઝનો ડાન્સ વીડિયો વાયરલ

સિદ્ધાર્થ શુક્લા છેલ્લે વેબ સિરીઝ `બ્રોકન બટ બ્યુટીફુલ 3`માં જોવા મળ્યો હતો અને આ સિરીઝના પ્રમોશન માટે તે શહનાઝ ગિલ સાથે `ડાન્સ દીવાને સીઝન 3`માં પહોંચ્યો હતો. શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાએ શોમાં ખૂબ જ મસ્તી કરી હતી. આ વીડિયો શહેનાઝ ગીલે 18 ઑગસ્ટ 2021ના રોજ શેર કર્યો હતો.

સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ પહેલીવાર સલમાન ખાનના શો `બિગ બોસ` સીઝન 13માં મળ્યાં હતાં. શૉમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સિદ્ધાર્થ શુક્લા આ શોનો વિજેતા બન્યો હતો. શૉમાંથી બહાર આવ્યા પછી પણ આ જોડી ઘણી લાઇમલાઇટમાં રહી હતી. બંનેએ ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ સાથે કામ કર્યું હતું.

entertainment news bollywood news shehnaaz gill siddharth shukla