૧૩ હજાર ફીટની ઊંચાઈએ ‘યોદ્ધા’

16 February, 2024 06:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિન્દી ફિલ્મ જગતના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે જ્યારે આટલી ઊંચાઈએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હોય.

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધાનું પોસ્ટર

સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટર ૧૩ હજાર ફીટની ઊંચાઈએ દુબઈમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. હિન્દી ફિલ્મ જગતના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે જ્યારે આટલી ઊંચાઈએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હોય. એનો વિડિયો સિદ્ધાર્થે શૅર કર્યો છે. એમાં દેખાય છે કે સ્કાય ડાઇવર્સની ટીમ હવામાં પોસ્ટર રિલીઝ કરે છે. આ ફિલ્મને પુષ્કર ઓઝા અને સાગર આમ્બ્રેએ ડિરેક્ટ કરી છે. કરણ જોહર અને શશાંક ખૈતાને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં સિદ્ધાર્થની સાથે રાશિ ખન્ના અને દિશા પાટણી પણ જોવા મળશે. પોસ્ટર રિલીઝ કરવાનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી, ‘ઍર ડ્રોપિંગ થ્રિલ્સ સીધી તમારી સ્ક્રીન્સ પર આવશે. તમારી સાથે આ ધમાકેદાર જર્નીની શરૂઆત કરવા માટે હું અતિશય ઉત્સુક છું. ‘યોદ્ધા’નું ટીઝર ૧૯ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ ૧૫ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે.’

sidharth malhotra entertainment news bollywood news bollywood bollywood buzz