26 May, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગઈ કાલે દિલ્હી જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તે મુંબઈથી દિલ્હી ખાસ વોટ કરવા ગયો હતો. તેણે એક જાગૃત નાગરિકની ફરજ બજાવી હતી. લોકસભાના ઇલેક્શનમાં મત આપ્યા બાદ પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી, ‘મારા હોમટાઉન દિલ્હી આવીને વિશ્વની વિશાળ એવી ભારત દેશની લોકશાહી માટે વોટ કર્યો હતો.’
તો બીજી તરફ ચિત્રાંગદા સિંહે પણ દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં વોટ કરીને પોતાની ફરજ બજાવી હતી. સાથે લોકોને પણ વોટ કરવાની વિનંતી કરી હતી. સાથે જ ઈશા ગુપ્તા પણ વોટ કરવા માટે મુંબઈથી દિલ્હી પહોંચી ગઈ હતી. વોટ કરીને ઈશા ગુપ્તા કહે છે, ‘હું ૧૮ વર્ષની થઈ ત્યારથી જ દિલ્હીમાં વોટ કરું છું. કોણ જાણે કેમ પણ મને મારું ઍડ્રેસ મુંબઈમાં બદલાવવાનો વિચાર નથી આવતો. અમારા પરિવારની એક પ્રથા છે કે સાથે મળીને વોટ કરવો. જો તમે વોટ ન કરો તો તમને ફરિયાદ કરવાનો પણ કોઈ અધિકાર નથી. હું ગયા અઠવાડિયે દિલ્હી આવી છું ત્યારથી જ ફ્રેન્ડ્સ અને પરિવાર સાથે બેસીને પૉલિટિક્સ પર અમે ચર્ચા કરીએ છીએ.’