23 June, 2021 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પગમાં લચક આવી જતાં ઘરભેગો થયો સિદ્ધાર્થ શુક્લા
સિદ્ધાર્થ શુક્લાને પગમાં લચક આવી જતાં તેણે ઘરભેગા થવું પડ્યું છે. તે હાલમાં જ ‘બ્રોકન બટ બ્યુટિફુલ 3’માં જોવા મળ્યો હતો. આ વેબ-શોનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે. જોકે બીજી તરફ તેના ચાહકો માટે ખરાબ સમાચાર પણ છે. તે રોજેરોજ જીમમાં જાય છે. આ દરમ્યાન તેને પગમાં લચક આવી જતાં તેણે સીધા ઘરે જવું પડ્યું હતું. તેને ચાલવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે અને તે તેના ઘરની રૂમમાંથી પણ બહાર નથી નીકળતો એવું કહેવામાં આવી રહ્યું છે.