Sidharth Shukla Birthday: વિશ્વના શ્રેષ્ઠ મોડલથી લઈને ધાર્મિક હોવા સુધી, જાણો અભિનેતા વિશે 5 રસપ્રદ વાતો

12 December, 2021 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિદ્ધાર્થ ઇન્ટિરિયર ડિઝાઇનર બનવા માગતો હતો.

સિદ્ધાર્થ શુક્લ. તસવીર/પલ્લવ પાલીવાલ

નાના પડદાના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું હતું. 2 સપ્ટેમ્બર 2021ના રોજ તેમને 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો હતો. તેમના અવસાનથી સમગ્ર પરિવાર જ નહીં, પરંતુ દેશભરમાં તેમના ચાહકોને વિશ્વાસ ન હતો કે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી. સિદ્ધાર્થની વિદાયથી મનોરંજન જગતને પણ ભારે આઘાત લાગ્યો હતો.

સિદ્ધાર્થે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2008માં `બાબુલ કા આંગન છૂટે ના`થી કરી હતી, પરંતુ તેને ખરી ઓળખ બિગ બોસ શોથી મળી હતી. આખો દેશ તેમની શૈલી અને સત્યનો ચાહક બની ગયો હતો. શોના હોસ્ટ સલમાન ખાન પણ તેના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી. આજે સિદ્ધાર્થનો જન્મદિવસ છે અને તેની પ્રથમ જન્મજયંતિ છે. આ અવસર પર દરેક જણ તેમને યાદ કરી રહ્યા છે. જાણો સિદ્ધાર્થ શુક્લા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

સિદ્ધાર્થ ઇન્ટિરિયર ડિઝાઇનર બનવા માગતો હતો

પોતાની ફિટનેસ માટે જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કર્યો છે. તેણે રચના સંસદ સ્કુલ ઓફ ઈન્ટિરિયર ડિઝાઈનમાંથી ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે એક કંપનીમાં નોકરી પણ કરી. જોકે, બાદમાં સિદ્ધાર્થે તેની ઈન્ટિરિયર ડિઝાઈનિંગ છોડીને મોડેલિંગમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું હતું. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

શ્રેષ્ઠ મોડેલ બન્યો

સિદ્ધાર્થના મોડલિંગ સમયે દરેક વ્યક્તિ તેના વ્યક્તિત્વના ચાહક હતા. સિદ્ધાર્થ પોતાની ચાલ સુધારવા માટે અર્જુન રામપાલ, જોન અબ્રાહમ અને મિલિંદ સોમન જેવા સ્ટાર્સને ફોલો કરતો હતો. સિદ્ધાર્થ શુક્લા પણ તેના શાનદાર વોકને કારણે પેજન્ટ ફેશન શો જીત્યો હતો. તેણે પોતાના રેમ્પ વોકથી બધાના દિલ જીતી લીધા હતા. તે જ સમયે, અભિનેતાએ 2005માં તુર્કીમાં વર્લ્ડ બેસ્ટ મોડલનો ખિતાબ જીત્યો હતો.

સાત અજાયબીઓનો પ્રવાસ

મોડલિંગ દરમિયાન સિદ્ધાર્થ શુક્લાને ઘણી પ્રખ્યાત એડ કંપનીઓ તરફથી ઓફર મળવા લાગી હતી. તેણે પોતાના પ્રથમ એડ શૂટ માટે વિદેશમાં શૂટિંગ કર્યું હતું. આ પ્રોજેક્ટ દરમિયાન સિદ્ધાર્થને દુનિયાની સાત અજાયબીઓમાં લઈ જવામાં આવ્યો હતો, જેને તે તેના જીવનનો સૌથી સુંદર અનુભવ માનતો હતો.

સિદ્ધાર્થ પિતા બનવા માગતો હતો

બિગ બોસ 14 દરમિયાન સિદ્ધાર્થે સાથી ગૌહર ખાન અને હિના ખાનને કહ્યું હતું કે તે તેના પિતાની ખૂબ નજીક છે. તે તેના પિતાને ખૂબ જ યાદ કરે છે. પિતા સાથેના સંબંધોને કારણે સિદ્ધાર્થ પોતે એક સારો પિતા બનવા માગતો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે પણ તે પિતા બનશે ત્યારે તે વિશ્વના શ્રેષ્ઠ પિતા બનશે.

ધાર્મિક હતા સિદ્ધાર્થ શુક્લ

સિદ્ધાર્થ શુક્લા તેમની માતાની જેમ ખૂબ જ ધાર્મિક હતા. તેઓ બ્રહ્મા કુમારી સંગઠનના અનુયાયી બની ગયા હતા. તે ઘણીવાર તહેવારોમાં તેની માતા સાથે બ્રહ્માકુમારી જતા હતા. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર પણ બ્રહ્માકુમારી વિધિ પ્રમાણે કરવામાં આવ્યા હતા.

entertainment news bollywood news siddharth shukla