08 February, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુમુદ મિશ્રા
‘પઠાન’માં ડિમ્પલ કાપડિયાના પાત્ર માટે પહેલી પસંદ કુમુદ મિશ્રા હતા. શાહરુખ ખાનની ‘પઠાન’ને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી હતી. જોકે ક્રિસ્ટોફર નોલાનની ‘ટેનેટ’માં ડિમ્પલ કાપડિયાને જોયા બાદ આ પાત્રની જેન્ડર બદલી કાઢવામાં આવી હતી. આ વિશે સિદ્ધાર્થ આનંદે કહ્યું કે ‘આ પાત્ર પહેલાં ડિમ્પલ કાપડિયા માટે લખવામાં નહોતું આવ્યું. એ કુમુદ મિશ્રાને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું હતું. જોકે હું કુમુદ મિશ્રા સાથે વાત કરું એના આગળના દિવસે મેં ‘ટેનેટ’ જોઈ હતી. ડિમ્પલ કાપડિયા ખૂબ જ અદ્ભુત હતાં. તેઓ એટલાં અદ્ભુત હતાં કે મેં ફિલ્મમાં જેન્ડર બદલી કાઢી. એમ પણ શાહરુખ ખાનના પાત્ર પર મહિલાના પાત્રને કારણે વધુ પ્રભાવ પડતો હોવાથી અમે એ બદલાવ કર્યો હતો. મને ખુશી છે કે તેમણે આ પાત્ર માટે હા પાડી હતી.’
‘પઠાન’ પહેલી ફિલ્મ છે જેમાં લોકો સીટી મારે અને તાળીઓ પાડે એ રીતે મેં એને ડિઝાઇન કરી હતી. શાહરુખ ખાન જ્યારે કહે છે કે ‘ઝિંદા હૈ’ ત્યારે લોકો તાળીઓ પાડે અને સીટી મારે એ જ મારો હેતુ હતો. સિદ્ધાર્થ આનંદ
422.75
સોમવાર સુધીમાં ‘પઠાન’ના હિન્દી વર્ઝને આટલા કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ.