28 July, 2024 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
સિદ્ધાંત ચતુર્વેદીએ ૨૦૨૨માં આવેલી ફિલ્મ ‘ગહરાઈયાં’માં દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું હતું. એ ફિલ્મમાં બન્નેનો ઇન્ટિમેટ સીન હતો અને એ શૂટ કરતી વખતે સિદ્ધાંત ઘણો ગભરાઈ ગયો હતો. જોકે બાદમાં તેના પિતાએ તેને સમજાવ્યો હતો અને કહ્યું કે તું પ્રોફેશનલ બન, આ તારી જૉબ છે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી. એ સીન શૂટ કરતાં પહેલાં તે ડરી ગયો હતો એથી કરણ જોહરે પણ તેને સમજાવવો પડ્યો હતો. સિદ્ધાંતના પિતાએ તેને જણાવ્યું હતું કે આવી તક મેળવવા માટે તો દેશના ૯૦ ટકા યુવાનો કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકે વિચારવાની સલાહ તેને આપવામાં આવી હતી. સાથે જ ડૅડી સાથે ફિલ્મ જોતી વખતે પણ તેને શરમ આવતી હતી.
એ સીન શૂટ કરતાં પહેલાં સિદ્ધાંતને કરણ જોહરે કહ્યું હતું, ‘દોસ્ત યે તુમ્હારા કામ હૈ...’