17 September, 2020 04:08 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
શ્વેતા સિંહ કિર્તીએ શૅર કરી તસવીર સાથે પોસ્ટ
સુશાંત સિંહ (Sushant Singh Rajput) રાજપૂતના નિધન બાદ તેની બહેન શ્વેતા સિંહ (Shweta Singh Kirti) કીર્તિ સતત સોશિયલ (Social Media) મીડિયા પર એક્ટિવ છે. અને તે તેની સાથે જોડાયેલી યાદો પણ શૅર કરે છે સાથે જ તેની માટે ન્યાયની માગ પણ કરતી રહે છે. તો સુશાંત (Sushant Singh Rajput)ના ચાહકો સાથે પણ જોડાયેલી છે. હવે તેણે સોશિયલ (Social Media) મીડિયાથી અમુક દિવસ દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તે કહે છે કે તે સુશાંતના નિધનના દુઃખમાંથી બહાર આવી શકતી નથી, તેની માટે ધ્યાન અને પ્રાર્થના કરશે.
વધતું જાય છે દુઃખ
શ્વેતાએ લખ્યું છે કે, તમે કેટલા પણ મક્કમ રહેવાનો પ્રયત્ન કરીએ, પણ દુઃખની લાગણી વધારે ને વધારે કોરી ખાય છે કે ભાઇ તો નથી. તેનો ક્યારેય સ્પર્શ નહીં કરી શકું હવે તેને હસતો નહીં જોઇ શકું ન તો ક્યારેય તેના જૉક્સ સાંભળી શકીશ...ખબર નહીં ક્યારે આ જખ્મ રૂંધાશે આને કેટલો સમય લાગશે. મેં 10 દિવસ ઑનલાઇન નહીં આવવાનો નિર્ણય લીધો છે હું ઊંડા ધ્યાન અને પ્રાર્થનામાં લીન રહીશ. આ દુઃખમાંથી બહાર આવવા માટે મને ખરેખર આની જરૂર છે.
બહેનોનો લાડલો હતો સુશાંત
જણાવવાનું કે શ્વેતાના લગ્ન યૂએસમાં થયા છે. સુશાંત પોતાની બહેનોનો લાડલો હતો. શ્વેતા એક પોસ્ટ દ્વારા જણાવી ચૂકી છે કે સુશાંત તેમના પછી જન્મ્યો હતો. આ કારણે બન્ને વચ્ચે ઘણું જોડાણ રહ્યું. શ્વેતા લખ્યું હતું કે બન્ને હંમેશાં સાથે રહ્યા છે અને એકને બોલાવવામાં આવે તો બન્નેનું નામ 'ગુલશન-ગુડિયા' સાથે લેવામાં આવતું હતું.
સુશાંત માટે 101 દેશોમાંથી દરેક ધર્મના લોકોએ સાથે મળીને કરી પ્રાર્થના
શ્વેતાની લેટેસ્ટ પોસ્ટ પ્રમાણે, શનિવારે થયેલી ઑનલાઇન પ્રાર્થનામાં 101 દેશોના લોકો સામેલ થયા હતા. સામેલ થનારા લોકો જુદાં જુદાં ધર્મ અને મત માનનારા હતા. આ પ્રાર્થનામાં ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવ્યો હતો.
સુશાંતનું સપનું પૂરું કરવાના પ્રયત્નો
આ દરમિયાન શ્વેતા સુશાંત માટે ઘણાં ઇનીશિયેટિવ કરાવી ચૂકી છે. તેણે સુશાંત માટે ગ્લોબલ ઑનલાઇન પ્રેયર રાખી હતી. જેમાં વિશ્વભરના લોકોએ ભાગ લીધો હતો. તે સુશાંતના નામે નિઃસહાય લોકોને ભોજન આપવા માટે પણ અપીલ કરી ચૂકી છે. એટલું જ નહીં તેણે સુશાંતનું એક સપનું પૂરું કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. તાજેતરમાં જ તેણે વૃક્ષારોપણ કરવાનું કહ્યું હતું. આમાં અંકિતા લોખંડે, મુકેશ છાબરા અને મહેશ શેટ્ટી સહિત અનેક લોકોએ ભાગ લીધો હતો.