સુશાંતનો બાળપણનો આ ફોટો તમે જોયો કે નહીં?

28 September, 2020 05:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંતનો બાળપણનો આ ફોટો તમે જોયો કે નહીં?

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતને સાડા ત્રણ મહિના થયા તેમ છતાં મોતનું કારણ હજી પકડાયું નથી. સુશાંતના ફૅન્સ પણ તેને ભૂલી શક્યા નથી. તેના કુટુંબીઓ અને ફ્રેન્ડ્સ સતત પ્રયત્ન કરી રહ્યા છે કે તેને ન્યાય મળે.

આવામાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સુશાંતનો બાળપણનો એક ફોટો શૅર કર્યો છે. આ ફોટો ખૂબ જ ક્યુટ છે અને સુશાંત આમાં ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે. ફોટો જોતા લાગે છે કે સુશાંત 10 કે 12 વર્ષનો હશે. તેની બહેને આ ફોટો શૅર કરીને કૅપ્શન આપી, આ ચમચમતી આંખો તેના અંદરની પવિત્રતાને પ્રતિબિંબ કરે છે.

આ પહેલા શ્વેતાએ પોતાના લગ્ન સમયના ફોટોઝ શૅર કર્યા હતા. તે ફોટામાં પણ ટિનેજર સુશાંત ક્યુટ દેખાતો હતો.

દરમિયાન સુશાંતના મિત્ર અને કોરિયોગ્રાફર ગણેશ હિવાકર અને સુશાંતના અંગત મદદનીશ અંકિત આચાર્યએ ગાંધી જયંતિના દિવસે (2 ઑક્ટોબર) ન્યાય માટે નવું અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે.  હિવાકરે કહ્યું છે કે 2 ઓક્ટોબરે સુશાંતને ન્યાય અપાવવા માટે તે પ્રતીકાત્મક ભૂખ હડતાલ કરશે.

sushant singh rajput bollywood