ગદર 2 અને પઠાનને પછાડીને આગળ નીકળી ગઈ સ્ત્રી 2

31 August, 2024 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે અઠવાડિયાંમાં કર્યો રેકૉર્ડબ્રેક ૪૫૩.૬૦ કરોડનો બિઝનેસ

‘સ્ત્રી 2’

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ કલેક્શનમાં રેકૉર્ડ બ્રેક કરી રહી છે. હવે એણે સની દેઓલની ‘ગદર 2’, શાહરુખ ખાનની ‘પઠાન’ના હિન્દી વર્ઝન અને રણબીર કપૂરની ‘ઍનિમલ’ના હિન્દી વર્ઝનને પણ પાછળ છોડી દીધી છે. ‘સ્ત્રી 2’ની સ્ટોરી લોકોને ખૂબ આકર્ષી રહી છે. આ ફિલ્મ ૧૫ ઑગસ્ટે રિલીઝ થઈ છે અને ૧૪ ઑગસ્ટે બુધવારે એનો પેઇડ પ્રીવ્યુ રાખવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ ફિલ્મ સામે કોઈ ટકી શક્યું નથી. ફિલ્મે બે અઠવાડિયાંમાં ૪૫૩.૬૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. 

બે અઠવાડિયાંમાં કઈ ફિલ્મે કેટલો બિઝનેસ કર્યો એના પર એક નજર...

ફિલ્મ    કલેક્શન રૂપિયામાં
પઠાન (હિન્દી)    ૪૪૨.૫૦
‘ગદર 2’    ૪૧૯.૧
‘ઍનિમલ’ (હિન્દી)    ૪૩૧.૫૪
‘બાહુબલી 2’ (હિન્દી)    ૩૯૦.૨૫

shraddha kapoor bollywood news bollywood entertainment news bollywood gossips