રવિવારે સ્નાન ન કરવાની તમન્નાની વાતને સપોર્ટ કર્યો શ્રદ્ધા કપૂરે

09 April, 2024 05:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમન્નાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે તેની ગ્રૅન્ડ મધરને ભેટીને કહી રહી છે કે તેની મમ્મી કેવી રીતે તેને રવિવારે પણ નહાવા માટે ફોર્સ કરી રહી છે.

તમન્ના ભાટિયા , શ્રદ્ધા કપૂર

તમન્ના ભાટિયાને રવિવારે સ્નાન કરવાનો કંટાળો આવે છે અને તેના સપોર્ટમાં શ્રદ્ધા કપૂર પણ આવી છે. તમન્નાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે તેની ગ્રૅન્ડ મધરને ભેટીને કહી રહી છે કે તેની મમ્મી કેવી રીતે તેને રવિવારે પણ નહાવા માટે ફોર્સ કરી રહી છે. તેમ જ તેને રવિવારે સ્નાન કરવાનો ખૂબ જ કંટાળો આવે છે. આ વિડિયોને શૅર કરીને તમન્નાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે રવિવારે આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય ગણાય? તમન્નાના આ વિડિયોને અને તેના સવાલ પર સહમતી આપતાં શ્રદ્ધાએ કમેન્ટ કરી હતી કે રવિવારે આ પ્રકારનું વર્તન હોવું જરૂરી છે.

tamannaah bhatia entertainment news bollywood buzz bollywood news bollywood