25 March, 2022 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રદ્ધા કપૂર (ફાઈલ તસવીર)
બૉલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) છેલ્લા ઘણાં દિવસોથી લાઈમલાઇટમાં નથી. તાજેતરમાં જ તેણે રણબીર કપૂર સાથે એક ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. જેના ગીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે અભિનેત્રીને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રદ્ધા કપૂરનું હવે બ્રેકઅપ થઈ ગયું છે. થોડાક સમય પહેલા તેમના લગ્નની પણ ચર્ચા હતી, પણ હવે શ્રદ્ધાના અલગ થવાના સમાચાર આવી રહ્યા છે.
તૂટ્યો ચાર વર્ષનો સંબંધ
શ્રદ્ધાએ ક્યારેય પોતાનું રિલેશનશિપ સ્ટેટસ રિવીલ કર્યું નથી, પણ બીટાઉનમાં એવી ચર્ચા રહી છે કે તે એક જાણીતા ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ (Rohan Shrestha) સાથે રિલેશનશિપમાં છે. બન્ને એક-બીજાને કૉલેજના દિવસોથી ઓળખે છે અને ચર્ચા તો અહીં સુધીની હતી કે ટૂંક સમયમાં જ લગ્ન બંધનમાં પણ બંધવાના છે. પણ હવે આ બધી જ અટકળો વચ્ચે સમાચાર છે કે 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી (Shraddha Kapoor Breaks Up with Rohan Shresth) બન્નેએ પોતાના રસ્તા જુદા કરી બ્રેકઅપ કરી લીધું છે.
જાન્યુઆરીથી ચાલતી હતી તકરાર
પિંકવિલાના એક રિપૉર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બન્નેનાં રસ્તા હવે જુદા છે. બન્નેનાં નજીકના સૂત્રોએ પૉર્ટલને જણાવ્યું કે રોહન શ્રેષ્ઠ ગોવામાં શ્રદ્ધા કપૂરના જન્મદિવસના સેલિબ્રેશનનો ભાગ પણ નહોતો. રિપૉર્ટ પ્રમાણે, "બન્ને વચ્ચે આ વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરી 2022થી જ તકરાર ચાલી રહી હતી અને ફેબ્રુઆરીમાં બન્નેએ જુદાં થવાનો નિર્ણય લીધો. જો કે, તેમના બ્રેકઅપનું શું કારણ છે તેનો ખુલાસો હજી કરવામાં આવ્યો નથી અને ન તો બ્રેકઅપ વિશે બન્નેમાંતી કોઈએ ઑફિશિયલી કંઈ કહ્યું છે."
શ્રદ્ધાની ફિલ્મો
જણાવવાનું કે "આશિકી-2" અને `એક વિલેન` જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ દ્વારા લોકોના મનમાં આગવું સ્થાન બનાવેલી શ્રદ્ધા કપૂર હાલ પોતાના વર્ક કમિટમેન્ટ્સમાં વ્યસ્ત છે. તે હાલ રણબીર કપૂર સાથે લવ રંજનની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તેની પાસે `ચાલબાઝ ઇન લંડન` અને વિશાલ ફુરિયાની `નાગિન` પાઈપલાઈનમાં છે.