PM નરેન્દ્ર મોદીની બાયોપિક પર બનનારી ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં શરૂ

28 January, 2019 08:01 PM IST  | 

PM નરેન્દ્ર મોદીની બાયોપિક પર બનનારી ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં શરૂ

વિવેક ઓબેરોયે અમદાવાદમાં શરૂ કર્યું શૂટિંગ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનનારી બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર વિવેક ઓબેરોય નિભાવી રહ્યા છે. આ ફિલ્મ પર છેલ્લા 2 વર્ષથી કામ ચાલી રહ્યું હતું. ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંખડમાં થશે. વિવકે ઓબેરોયે પોતાના કેરેક્ટરને લઇને તૈયારી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: મોદીની બાયોપિકનું પહેલું પોસ્ટર રિલીઝ, PMના લુકમાં આવો દેખાયો વિવેક ઓબેરોય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મના પોસ્ટરમાં ભારતીય ત્રિરંગાને બતાવ્યો છે અને સ્લોગન લખ્યુ છે કે 'દેશની ભક્તિ જ મારી શક્તિ છે'. આ દરમિયાન એક્ટર વિવેક ઓબેરોય પણ હાજર રહ્યા હતા. આ પોસ્ટરની સાથે જ ફિલ્મમાં વિવેક ઓબેરોડના લુકનું પણ અનાવરણ થયુ હતું.

vivek oberoi