શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિએ ખરીદી ત્રણ કરોડની કાર

02 August, 2024 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા મહિના પહેલાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા તેની ૯૭.૭૯ કરોડની પ્રૉપર્ટી કરવામાં આવી હતી જપ્ત

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિ રાજ કુન્દ્રાએ ત્રણ કરોડ રૂપિયાની કાર ખરીદી છે. ૬૬૦૦ કરોડ બિટકૉઇનના ફ્રૉડના કેસમાં રાજ કુન્દ્રાનું નામ પણ આવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા તેની ૯૭.૭૯ કરોડની પ્રૉપર્ટી થોડા મહિના પહેલાં જ જપ્ત કરવામાં આવી હતી. આ પ્રૉપર્ટીમાં તેમના મુંબઈ અને પુણેના ફ્લૅટ્સને પણ જપ્ત કરવામાં આવ્યા છે. એપ્રિલની આ ઘટના બાદ રાજ કુન્દ્રા લોકોની નજરથી દૂર રહેતો હતો. જોકે તેણે હવે નવી બ્રિટિશ લક્ઝરી સ્પોર્ટ‍્સ કાર બ્રૅન્ડ લોટસની ગ્રીન કાર ખરીદી છે. રાજનો કાર સાથેનો એક વિડિયો વાઇરલ થયો છે.

shilpa shetty raj kundra entertainment news bollywood bollywood news