યશરાજ ફિલ્મ્સ માટે ઍક્શનની ટ્રેઇનિંગ લઈ રહી છે શર્વરી વાઘ

17 June, 2024 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્શનથી ભરપૂર આ ફિલ્મનું ટાઇટલ હજી સુધી જણાવવામાં નથી આવ્યું

શર્વરી વાઘ

શર્વરી વાઘ હાલમાં તેની રિલીઝ થયેલી ફિલ્મ ‘મુંજ્યા’ની સફળતાને એન્જૉય કરી રહી છે. જાસૂસી પર આધારિત આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળશે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મનું ટાઇટલ હજી સુધી જણાવવામાં નથી આવ્યું. આ ફિલ્મ માટે શર્વરી અતિશય મહેનત કરી રહી છે, જેથી પોતાના રોલને ન્યાય આપી શકે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. ફિલ્મને ‘ધ રેલવેમૅન’ના ડિરેક્ટર શિવ રવૈલ ડિરેક્ટ કરશે. ફિલ્મમાં બૉબી દેઓલની પણ એન્ટ્રી થઈ છે. ‘ઍનિમલ’ બાદ તે ફરીથી આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં દેખાશે. ફિલ્મને લઈને જરૂરી પેપરવર્ક તેણે પૂરું કરી લીધું છે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે બૉબી એક્સાઇટેડ છે. આલિયા સાથે સ્ક્રીન શૅર કરવા મળશે એની શર્વરીને ખુશી છે. પોતાની ટ્રેઇનિંગ વિશે શર્વરી કહે છે, ફિલ્મ માટે સખત ટ્રેઇનિંગ ચાલી રહી છે. 

yash raj films upcoming movie entertainment news bollywood bollywood news