22 January, 2020 06:31 PM IST | મુંબઈ
શરદ કેળકર
સૌથી પહેલી વાત, શરદ કેળકર ટીવી જ નહીં, ફિલ્મો અને વેબ-સિરીઝમાં પણ મોટી ડિમાન્ડ ધરાવે છે. કહેવાય છે એ મુજબ, શરદ કેળકર દિવસની ૬ આંકડામાં ફી લે છે ત્યારે ગઈ કાલે તેણે બધું પડતું મૂકીને દીકરી કેશા સાથે ડૉટર્સ ડેનું સેલિબ્રેશન કર્યું હતું અને આખો દિવસ તે કેશા સાથે ઘરે રહ્યો હતો. કેશાને તૈયાર કરવાથી માંડીને તેને માટે બ્રેકફાસ્ટ અને લંચ સુધ્ધાંની તૈયારી તેણે જ કરી હતી અને બપોર પછી કેશા સાથે ઘરમાં કાર્ટૂન મૂવી જોઈ હતી.
આ પણ વાંચો : હિટ ઍન્ડ રન ઍન્ડ જિમી શેરગિલ
એવું નહોતું કે શરદ કેળકર ગઈ કાલે ફ્રી હતો. ઍક્ચ્યુઅલી ગઈ કાલે તેનું વેબ-સિરીઝનું શૂટ ચાલુ હતું, પણ શનિવારે તેને ડૉટર્સ ડેની ખબર પડી એટલે તેણે રિક્વેસ્ટ કરીને ગઈ કાલે રજા રાખી અને આખો દિવસ કેશાને ફાળવી દીધો. શરદે ઑલમોસ્ટ ચાર વર્ષે રજા લીધી હતી.