07 October, 2024 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતા અંબાણી (ડાબે), સંજય કપૂરની દીકરી શનાયા (જમણે)
સંજય કપૂરની દીકરી શનાયા હજી સુધી કોઈ ફિલ્મમાં તો ચમકી નથી શકી, પણ એક ઇવેન્ટમાં તેણે નીતા અંબાણીની બરાબરી કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બૉલીવુડના ફેવરિટ ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ પ્લાઝામાં નવો સ્ટોર લૉન્ચ કર્યો એ પ્રસંગે નીતા અંબાણી અને શનાયા એક જ બ્રૅન્ડની મિની બૅગ લઈને આવ્યાં હતાં. હર્મીઝ કેલી બ્રૅન્ડની આ બૅગની કિંમત ૧૮ લાખ રૂપિયા છે.