22 June, 2022 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શમશેરા (તસવીર સૌજન્ય મિડ-ડે)
રણબીર કપૂર હાલ પોતાની આગામી ફિલ્મ શમશેરા (Shamshera Teaser)ને લઈને ચર્ચામાં છવાયેલો છે. તાજેતરમાં જ રણબીર કપૂર (Ranbir Kapoor)નો પહેલો લૂક લીક થઈ ગયો હતો જેથી સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યો. દર્શકોની ઉત્સુકતા જોતાં મેકર્સે હવે આનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ટીઝર ખૂબ જ દળદાર છે અને આમાં અનેક રસપ્રદ વાતો ચાહકોને બતાવવામાં આવી છે. સાથે જ ટ્રેલર રિલીઝની ડેટનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે.
રણબીર કપૂર અને સંજય દત્તનો લૂક આવ્યો સામે
ટીઝર હિંસાના શૉટ્સ સાથે શરૂ થાય છે અને સંજય દત્તને એક ખતરનાક પોલીસ અધિકારી તરીકે લોકોને પ્રતાડિત કરતો બતાવવામાં આવ્યો છે. આ દ્રશ્ય ત્યારે ડાકૂઓના એક વિશાળ સમૂહમાં કપાય છે, જે કાળા કપડા પહેરેલો અને જેનું નેતૃત્વ રણબીર કપૂર કરી રહ્યો છે. આપણને તેના વૉઇસ-ઓવર દ્વારા તેના ચરિત્રનો પરિચય મળતો સંભળાય છે, જેમાં તે લાંબા વાળ સાથે જુદા જ લૂકમાં જોવા મળે છે. તેનો લૂક ખરેખર અલગ અને શાનદાર દેખાય છે.
રણબીર કપૂરે આ રીતે આપ્યો પોતાનો પરિચય
આ વીડિયોમાં રણબીર પોતાના પાત્રનો પરિચય આપતો જોવા મળે છે- સાંસોમેં તૂફાનોં કા ડેરા, નિગાહેં જૈસે ચીલ કા પહેરા, કોઈ રોક ના પાએગા ઇસે, જબ ઉઠે સે બનકે સવેરા. કર્મ સે ડકૈત, ધર્મ સે આઝાદ. આ ટીઝર પોસ્ટ કરતા યશરાજ ફિલ્મ્સે કૅપ્શનમાં લખ્યું છે, એક કિવદંતી જે પોતાની છાપ છોડશે. 24 જૂને શમશેરાનું ટ્રેલર રિલીઝ થશે. હિંદી, તામિલ અને તેલુગુમાં @imaxમાં શમશેરાનો અનુભવ કરો. 22 જુલાઈના તમારા નજીકના થિએટરમાં #YRF50 સાથે #શમશેરાનો આનંદ માણો.
ફેન્સ કરી રહ્યા છે આવી કૉમેન્ટ્સ
આ વીડિયો પર કૉમેન્ટ કરતા એક યૂઝરે લખ્યું, શું આ રણબીર કપૂરનો અવાજ છે? વાહ. એક અન્ય યૂઝરે લખ્યું, જબરજસ્ત, તે આવી રહ્યો છે. એક બીજા યૂઝરે લખ્યું, "નિર્દેશકઃ કરણ મલ્હોત્રા"ને કારણે હું આ પ્રૉજેક્ટને લઈને આશ્વસ્ત છું. અન્ય એક યૂઝરે લખ્યું, સંજૂ બાબા અને રણબીર કપૂરનો હવે રાહ નહીં જોવાય. તો બીજા યૂઝરે લખ્યું, નિઃશબ્દ - વખાણ માટે મારી પાસે કોઈ શબ્દ નથી.
22 જુલાઈના રિલીઝ થશે `શમશેરા`
રણબીર કપૂરનો રફ લૂક ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. ફિલ્મ 22 જુલાઈના સિનેમાઘરોમાં આવી જશે. શમશેરાના પોસ્ટરને અનેકો શૅર કર્યા બાદ રણબીર કપૂરની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટે પણ આને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો. ચાહકો આલિયાની પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. જણાવવાનું કે શમશેરા સિવાય રણબીર કપૂર બ્રહ્માસ્ત્ર, એનિમલ અને લવ રંજનની ફિલ્મમાં પણ જોવા મળશે.