midday

‘શમશેરા’ને લઈને જે નફરત હતી એને હું સહન ન કરી શક્યો : કરણ મલ્હોત્રા

28 July, 2022 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘શમશેરા’ને જે નફરત મળી એને તે સહન ન કરી શક્યો અને એને કારણે તે ગાયબ થઈ ગયો હતો
ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

કરણ મલ્હોત્રાનું કહેવું છે કે તેની ‘શમશેરા’ને જે નફરત મળી એને તે સહન ન કરી શક્યો અને એને કારણે તે ગાયબ થઈ ગયો હતો. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર​ નિષ્ફળ ગઈ હતી અને એથી તે સોશ્યલ મીડિયા પરથી ગાયબ થઈ ગયો હતો. આ વિશે એક પોસ્ટમાં કરણ મલ્હોત્રાએ કહ્યું કે ‘મારી ડિયર ‘શમશેરા’, તું એકદમ મૅજેસ્ટિક છે. મારા માટે એ ખૂબ જ જરૂરી છે કે હું અહીં આ પ્લૅટફૉર્મ પર મારી જાતને એક્સપ્રેસ કરું જ્યાં મને લવ, પ્રેમ, સેલિબ્રેશન અને અપમાન મળ્યાં છે. છેલ્લા થોડા દિવસથી મને જે નફરત અને ગુસ્સો મળી રહ્યા હતા એને કારણે હું ગાયબ થઈ ગયો હતો, જે માટે માફી માગું છું. આ નફરતને હું હૅન્ડલ નહોતો કરી શક્યો. હું ગાયબ થઈ ગયો હતો એ મારી વીકનેસ છે. જોકે હવે હું આવી ગયો છું અને મારી ફિલ્મ પર મને ગર્વ છે. હું હવે મારી ફિલ્મ સાથે હંમેશાં ઊભો રહીશ. ‘શમશેરા’ ફૅમિલીનો હું આભાર માનું છું. આ ફિલ્મને જેટલો પણ પ્રેમ મળ્યો છે એનો હું આભારી છું.’

Whatsapp-channel
entertainment news bollywood bollywood news ranbir kapoor vaani kapoor karan malhotra