બે-બે નવી ફિલ્મ રિલીઝ થઈ હોવા છતાં અડીખમ ‘શૈતાન’

17 March, 2024 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજા અઠવાડિયાના પહેલા દિવસે ‘યોદ્ધા’ અને ‘બસ્તર : ધ નક્સલ સ્ટોરી’ કરતાં વધુ કમાણી

`શૈતાન`નું પોસ્ટર

અજય દેવગન અને આર. માધવનની ‘શૈતાન’ બીજા અઠવાડિયાના પહેલા દિવસે પણ સારો બિઝનેસ કરી રહી છે. આ અઠવાડિયે સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘યોદ્ધા’ અને અદા શર્માની ‘બસ્તર : ધ નક્સલ સ્ટોરી’ રિલીઝ થઈ હોવા છતાં ‘શૈતાન’ વધુ બિઝનેસ કરી રહી છે. સિદ્ધાર્થની ફિલ્મે પહેલા દિવસે ૪.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અદાની ફિલ્મે પહેલા દિવસે ફક્ત પચાસ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હોવાની ચર્ચા છે. જોકે બીજા દિવસે આ ફિલ્મના ટિકિટ-કલેક્શનમાં ૩૦૦ ટકાનો ઉછાળો નોંધાયો હોવાની ચર્ચા ચાલી રહી હતી. આ બે ફિલ્મોની વચ્ચે ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ‘શૈતાન’એ આઠમા દિવસે બન્ને નવી ફિલ્મો કરતાં વધુ ૫.૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બીજા વીક-એન્ડ એટલે કે શનિવાર અને રવિવારના બિઝનેસ સાથે ૧૦૦ કરોડની ક્લબમાં દાખલ થઈ જશે એવાં એંધાણ છે.

૮ દિવસમાં 86.72 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો ‘શૈતાન’એ.

shaitan box office ajay devgn r. madhavan janki bodiwala sidharth malhotra adah sharma entertainment news bollywood bollywood news