14 July, 2024 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી અને બિઝનેસમૅન વીરેન મર્ચન્ટ તથા શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટનાં લગ્ન શુક્રવારે ભવ્યતાપૂર્વક સંપન્ન થયાં છે. બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે એમાં હાજરી આપીને ઇવેન્ટની શોભા વધારી હતી. અનંતની જાનમાં લોકો મન મૂકીને નાચ્યા હતા. સૌનું ધ્યાન શાહરુખ ખાન અને સલમાન ખાનના ડાન્સે ખેંચ્યું હતું. એથી કહી શકાય કે ‘કરણ-અર્જુન’નું રીયુનિયન છે. બન્નેને સાથે ડાન્સ કરતા જોઈને હાજર લોકો તેમને મોબાઇલમાં કેદ કરી રહ્યા હતા. તેમની પાછળ અર્જુન કપૂર, વિકી કૌશલ અને કૅટરિના કૈફ પણ હતાં. તેમનો આ ડાન્સ-વિડિયો સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો છે.