24 May, 2023 05:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહિદ કપૂર (ફાઈલ તસવીર)
શાહિદ કપૂરની (Shahid Kapoor) એક્શન અને જોખમોથી ભરપૂર ફિલ્મ બ્લડી ડેડીનું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં શાહિદ કપૂરનો જબરજસ્ત એક્શન અવતાર પણ જોવા મળી રહ્યો છે. કિલિંગ મશીન બની શાહિદ કપૂર જબરજસ્ત રીતે હુમલો કરતો જોવા મળે છે. જણાવવાનું કે શાહિદ કપીરે ટ્રેલર રિલીઝ થતા પહેલા ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આ વાતની માહિતી આપી હતી, કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.
કેવું છે ટ્રેલર
બ્લડી ડેડીના ટ્રેલરમાં શાહિદ એક્શન કરતો ફાયર, અને મારપીટ કરતો જોવા મળે છે. આ ફિલ્મના ટ્રેલરમાં અભિનેતાનો દળદાર અવતાર જોવા મળી રહ્યો છે. અભિનેતા એકદમ કિલિંગ મશીન બનીને લોકોને મારતો, ફાડતો અને હવામાં ઉછાળતો જોવા મળી રહ્યો છે. `બ્લડી ડેડી`માં ભરપૂર પ્રમાણમાં માર-ફાડ, રેઝર શાર્પ એક્શન અને પુષ્કળ સ્ટન્ટ તેમજ મસાલો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : આ છે ‘બ્લડી ડૅડી’
શાહિદે આપી હતી માહિતી
બ્લડી ડેડીનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મ 9 જૂનના રોજ રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે અને આને જ્યોતિ દેશપાંડેએ પ્રૉડ્યૂસ કરી છે. આ બધી માહિતી બૉલિવૂડ એક્ટર શાહિદ કપૂરે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરીને આપી છે. શાહિદ કપૂરના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું એક પોસ્ટર શૅર કરવામાં આવ્યું હતું, જેમાં તેણે ફિલ્મ સાથે જોડાયેલી માહિતી પણ બધા ચાહકો સાથે શૅર કરી હતી. આ નવા પોસ્ટરમાં શાહિદ કપૂરે હાથમાં બંધૂક પકડી છે અને તેની આંખો ગુસ્સાથી ભરપૂર લાલચોળ દેખાઈ રહી છે એટલું જ નહીં તેના શર્ટ પર લોહીના ડાઘ પણ દેખાય છે. આ એક ફુલઑન એક્શન ફિલ્મ રહેશે.