30 November, 2024 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર
શાહિદ કપૂરની ઍક્શન-થ્રિલર ફિલ્મની રિલીઝ-ડેટ જાહેર થઈ ગઈ છે. શાહિદ સાથે પૂજા હેગડે અને પવૈલ ગુલાટીને ચમકાવતી ‘દેવા’ આવતા વર્ષે ૩૧ જાન્યુઆરીએ રિલીઝ થશે. મલાયલમ ફિલ્મોના હિટ ડિરેક્ટર રોશન ઍન્ડ્રયુઝે આ ફિલ્મ દિગ્દર્શિત કરી છે અને વિદ્યા બાલનના પતિ સિદ્ધાર્થ રૉય કપૂરે એને પ્રોડ્યુસ કરી છે.