09 April, 2023 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનટાઇટલ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું શાહિદ અને ક્રિતીએ
શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની આગામી અનટાઇટલ ફિલ્મનું તેમણે શૂટિંગ પૂરું કરી લીધું છે. એથી મેકર્સે તેમનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. એ ફોટોમાં બન્ને બાઇક પર રોમૅન્ટિક મૂડમાં દેખાઈ રહ્યાં છે. તેમની બાઇક દરિયાકિનારે ઊભી છે અને સૂર્યાસ્ત થઈ રહ્યો છે. આ બન્ને પહેલી વખત એકસાથે એક ફિલ્મમાં દેખાવાનાં છે. આ વર્ષે ઑક્ટોબરમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. મેકર્સે જે ફોટો શૅર કર્યો છે એના પર લખ્યું છે, એક અશક્ય લવ સ્ટોરી. ફિલ્મની સ્ટોરી અમિત જોશી અને આરાધનાએ લખી અને ડિરેક્ટ પણ કરી છે. જિયો સ્ટુડિયોઝ, દિનેશ વિજન, જ્યોતિ દેશપાંડે અને લક્ષ્મણ ઉટેકરે પ્રોડ્યુસ કરી છે. શાહિદ અને ક્રિતીના ફૅન્સ તેમની આ કેમિસ્ટ્રી જોઈને ખુશ થઈ ગયા છે અને ફિલ્મ જોવા માટે પણ આતુર છે.