મારી ડ્રેસિંગ સેન્સ પર ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નો પ્રભાવ ખૂબ જ છે : રણબીર કપૂર

13 February, 2023 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂરે નેટફ્લિક્સની ‘ધ રોમૅન્ટિક્સ’માં હાજરી આપી હતી

રણબીર કપૂર

રણબીર કપૂરનું કહેવું છે કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ જનરેશન ડિફાઇનિંગ ફિલ્મ હતી. તેણે નેટફ્લિક્સની ‘ધ રોમૅન્ટિક્સ’માં હાજરી આપી હતી. આ યશ ચોપડાના જીવન પર આધારિત એક ડૉક્યુમેન્ટરી છે. આ ડૉક્યુમેન્ટરીમાં રણબીરે કહ્યું છે કે ‘મને લાગે છે કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ અમારી જનરેશનની અદ્ભુત ફિલ્મ હતી. એ સમયની ફીલિંગ પણ હજી મારી અંદર છે. આ ફિલ્મની અસર મારા ડ્રેસિંગ પર પણ પડી છે. હું જે રીતે છોકરી સાથે વાત કરું છું એના પર પણ એની અસર પડી છે. મારા પેરન્ટ્સ સાથે હું કેવો હતો જેવી દરેક બાબત પર મારી લાઇફમાં આ ફિલ્મનો પ્રભાવ જોવા મળે છે.’

entertainment news dilwale dulhania le jayenge Shah Rukh Khan ranbir kapoor netflix yash chopra bollywood news bollywood gossips bollywood