28 February, 2019 09:40 AM IST |
શાહરુખ ખાન
વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ માટે શાહરુખ ખાન એક ફિલ્મ બનાવવાનો છે. તેના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા તે નેટફ્લિક્સ માટે ‘બાર્ડ ઑફ બ્લડ’ વેબ-સિરીઝ પણ બનાવી રહ્યો છે. આ વેબ-સિરીઝમાં ઇમરાન હાશ્મી અને કીર્તિ કુલ્હારી જોવા મળશે. શાહરુખની આ ફિલ્મ ૧૯૮૩માં મુંબઈમાં સક્રિય શાર્પશૂટર્સ અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પર આધારિત રહેશે. મુંબઈ પોલીસ દ્વારા આતંકવાદ સામે લડવા માટે ટ્રેઇન કરવામાં આવેલા શાર્પશૂટર્સ અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પર આ ફિલ્મમાં વધુ ફોકસ કરવામાં આવશે. ફિલ્મમાં એ સમયમાં ઘટેલી અનેક ઘટનાઓની સાથે જ ભારતની એ ઐતિહાસિક જીતને પણ દેખાડવામાં આવશે જ્યારે ભારતે પહેલી વાર ક્રિકેટમાં વલ્ર્ડ કપ જીત્યો હતો.
આ પણ વાંચોઃ શાહરુખ અને ફરહાન કેમ નથી કરી રહ્યા એકબીજાનો સામનો?
એ સમયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન વસંતદાદા પાટીલ હતા. શાહરુખ હાલમાં ‘બદલા’ને કો-પ્રોડ્યુસ કરી રહ્યો છે. શાહરુખની ઍક્ટિંગની વાત કરીએ તો કંગના રનોટ અને રાજકુમાર રાવની ‘મેન્ટલ હૈ ક્યા’માં તે નાનકડી ભૂમિકામાં જોવા મળવાનો છે.