08 March, 2023 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાન
અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના બંગલા `મન્નત` (Mannat)માં દિવાલ તોડીને પ્રવેશવાના આરોપમાં મુંબઈ પોલીસ(Mumbai Police)એ ગુજરાત (Gujarat)ના બે યુવકોની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ અભિનેતાના મેકઅપ રૂમમાં લગભગ આઠ કલાક સુધી છુપાયા હતા. બંનેની ઓળખ પઠાણ સાહિલ સલીમ ખાન અને રામ સરાફ કુશવાહ તરીકે થઈ છે. તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ ગુનાખોરી અને સંબંધિત ગુનાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ આ મામલે હજી વધુ તપાસ ચાલુ છે.
મળતી માહિતી અનુસાર આરોપી અભિનેતાના બંગલા મન્નતના ત્રીજા માળે સ્થિત મેક-અપ રૂમની અંદર છુપાઈ ગયો હતો અને જ્યારે અભિનેતાએ તેમને જોયો ત્યારે તેઓ ચોંકી ગયા હતા.
પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓ શાહરૂખ ખાનને મળવા માટે તેના બંગલામાં ઘૂસી ગયા અને લગભગ આઠ કલાક સુધી મેક-અપ રૂમમાં અભિનેતાની રાહ જોતા રહ્યા. તેઓ સવારે 3 વાગ્યાની આસપાસ પ્રવેશ્યા હતા. બંગલાના મેનેજર કોલીન ડિસોઝાએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે 2 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સિક્યોરિટી ગાર્ડે તેને ફોન કરીને જાણ કરી હતી કે બંગલાની અંદર બે લોકો ઘુસ્યા છે.
આ પણ વાંચો: હૃતિક રોશને કહ્યું `નો રંગ નો ભાંગ`, તો હોળી પર શું કર્યુ અભિનેતાએ? જુઓ વીડિયો
એફઆઈઆર મુજબ આરોપીઓને ઘરકામ કરતા સતીષે જોયા હતા. સતીશ બંનેને મેકઅપ રૂમમાંથી લોબીમાં લઈ ગયો. શાહરૂખ ખાન ત્યાં અજાણ્યા લોકોને જોઈને ચોંકી ગયો હતો. મન્નતના ગાર્ડે બંનેને બાંદ્રા પોલીસને સોંપ્યા હતાં.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મન્નતના પરિસરની બહારની દીવાલ તોડીને અંદર પ્રવેશ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે તેઓ ગુજરાતમાંથી આવ્યા છે અને `પઠાણ` સ્ટારને મળવા માગે છે.